દિલ્હી-

આજે કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.

21 વર્ષ અગાઉ 26 જુલાઈના રોજ ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી. આથી આજના દિવસે સમગ્ર દેશ તે અમર જવાનોને સલામ કરે છે, શ્રદ્ધાંજલિ આપે છે તેઓ કારગિલમાં શહીદ થયા હતાં. દેશ આજે વિજય પર્વ મનાવી રહ્યો છે. કારગિલની ઊંચી પહાડીઓ પર પાકિસ્તાનના સૈનિકોએ કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 18 હજાર ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે ભારતીય સેનાના શૂરવીરોએ ઓપરેશન વિજયનો ઈતિહાસ રચ્યો હતો.