વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારોનું ભાવી ગઇકાલે મોડી રાત્રે સ્ટ્રોગ રૂમમાં સીલ કરી સ્ટ્રોગ રૂમની બહાર ત્રીસ્તારીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આવતીકાલે સવારે ૯ વાગ્યાથી એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે રાઉન્ડ મુજબ મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કોર્પોરેશનના ૧૯ વોર્ડ પૈકી ૧૩ વોર્ડની ગણતરી પાંચ રાઉન્ડમાં અને ૬ વોર્ડની ગણતરી ૬ રાઉન્ડમા પુરી થશે. મતગણતરી પોલિટેકનિક કોલેજની ૧૧ રૂમોમાં તબક્કાવાર થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે આજે મતગણતરી સ્થળની મુલાકાત લઇને મતગણતરી માટે તૈયારીની સમિક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નં.૧, ૪, ૭, ૧૦, ૧૩ અને ૧૬ બાદમાં ૨, ૫, ૮, ૧૧, ૧૪ અને ૧૭ અને ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નં.૩, ૬, ૯, ૧૨, ૧૫ અને ૧૮ ત્યાર પછી વોર્ડ નં.૧૯ના પરિણામો આવશે. તેમણે કહ્યું હતું કે, કુલ ૮ સ્ટ્રોંગરૂમ છે અને રિટર્નીંગ ઓફિસરને એક એક એડિશનલ રૂમ અને મદદનીશ આર.ઓ આપવામાં આવ્યા છે. આમ કુલ ૧૨ કાઉન્ટીંગ રૂમમાં ૧૨ આર.ઓ તેમજ મદદનીશ આર.ઓની દેખરેખ હેઠળ મતગણતરી થશે. આવતીકાલે સવારે ૯ વાગ્યાથી મત ગતણતરી હાથ ધરવામાં આવશે. જેમાં દરેક વોર્ડમાં પ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી થશે બાદમાં ઇવીએમના મતોની ગણતરી થશે. સ્ટ્રોંગરૂમની બહાર અને પોલિટેકનિક કોલેજની ફરતે પોલીસ જવાનો પેરામીલીટ્રી ફોર્સ અને સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા સહિત ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯ ચૂંટણી વોર્ડમાં સૌથી ઓછા મતદાન મથકો ૬૦ છે ત્યારે સૌથી વધુ મતદાન મથકો ૯૧ છે. દરેક વોર્ડ દીઠ મતગણતરી માટે ૧૪ ટેબલો ગોઠવવામાં આવ્યા છે. જેથી પાંચ થી છ રાઉન્ડમાં મતગણતરી થશે.

ઉમેદવારોના સમર્થકો, કાર્યકરો તેમજ લોકો ચૂંટણીના પરિણામ જાેઇશકે તે માટે ગેટ પાસે એલઇડી સ્ક્રીન લગાવામાં આવશે. તેમજ સમયાંતરે લાઉન્ડ સ્પીકર પર પણ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, મતગણતરી ખંડમાં વોર્ડ મુજબ તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે જેથી રાજકીય પક્ષોના એજન્ટો ઉમેદવારોને તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે એકસાથે તમામ વોર્ડમાં ચૂંટણી ઉમેદવારના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ તંત્ર દ્વારા આવતીકાલે મંગળવાર સવારથી હાથ ધરાનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સાંજ સુધી તમામ પરિણામો જાહેર થઇ જાય તેવી શક્યતા છે.

૧૩ વોર્ડની ૫ રાઉન્ડ, ૬ વોર્ડની મત ગતણતરી ૬ રાઉન્ડમાં થશે

વડોદરા કોર્પોરેશનની ૧૯ વોર્ડની ગઇકાલે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાનાર છે. ત્યારે દરેક વોર્ડની મતગણતરી માટે ૧૪ ટેબલો લગાડવામાં આવ્યા છે. ત્યારે મતદાન મથકોની સંખ્યા મુજબ વોર્ડ નં.૧, ૨, ૩, ૪, ૫, ૭, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એમ ૧૩ વોર્ડની મતગણતરી પાંચ રાઉન્ડમાં થશે તેમજ વોર્ડ નં.૬,૮,૯,૧૦,૧૧ અને ૧૪ની મતગણતરી ૬ રાઉન્ડમાં પુરી થશે.

ક્યા રાઉન્ડની ક્યારે મતગણતરી

રાઉન્ડ વોર્ડ

પ્રથમ રાઉન્ડ ૧,૪,૭,૧૦,૧૩,૧૬

બીજાે રાઉન્ડ ૨,૫,૮,૧૧,૧૪,૧૭

ત્રીજાે રાઉન્ડ ૩,૬,૯,૧૨,૧૫,૧૮

ત્યાર પછી વોર્ડ ૧૯ની મતગણતરી થશે.