દિલ્હી-

ગોરખપુરના ચૌરીચૌરા જનવિદ્રોહને આજે 100 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગને શતાબ્દી મહોત્સવ તરીકે મનાવાઇ રહ્યો છે, જેનો શુભારંભ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. તેઓ ચૌરીચૌરા શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ જારી કરશે. ચૌરીચૌરા વિદ્રોહ અત્યાર સુધી કાંડ તરીકે યાદ કરાતો હતો પણ શહીદોના માનમાં વડાપ્રધાન તેની નવી વ્યાખ્યા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી પણ ચૌરીચૌરા પહોંંચશે. શહીદ સ્મારકથી માંડીને આસપાસના શહીદોના ગામ પણ સજાવાઇ રહ્યા છે.

ઉત્તર પ્રદેશ સરકારે ચૌરીચૌરાના શહીદોના માનમાં આખું વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. શતાબ્દી વર્ષનો પ્રારંભ ગુરુવારે સવારે 8.30થી 10 વાગ્યા સુધી પ્રભાત ફેરી કાઢીને કરાશે. ગોરખપુર જિલ્લા તંત્રએ મહોત્સવમાં નિર્ધિરિત સમયમાં અંદાજે 30 હજાર લોકો દ્વારા વંદે માતરમ બોલવાનો રેકોર્ડ સર્જવાની પણ તૈયારી કરી છે. રેલવેએ પણ મહોત્સવમાં જોડાતાં ગોરખપુરથી અનવરગંજ જતી ચૌરીચૌરા એક્સપ્રેસમાં અત્યાધુનિક એલએચબી રેક લગાવવાની જાહેરાત કરી છે.