વૈષ્ણવ સંપ્રદાયમાં છેલ્લાં ઘણાં વરસોથી સનાતન ધર્મ અને પુષ્ટિમાર્ગને સમજવા સરળ અને સામાન્ય જનના ગળે ઉતરે એવા અભિગમ સાથે હજારોની સંખ્યામાં વક્તવ્યો, સાહિત્ય-પ્રકાશનો અને પ્રશિક્ષણ શિબિરો દ્વારા સમાજને સુસંસ્કૃત કરવાનું સફળ સુકાન સંભાળનાર પ્રખર વિદ્વાન વૈષ્ણવાચાર્ય પૂ. ચંદ્રગોપાલજી મહોદયનો ગત તા.૧૦ સપ્ટેમ્બરના રોજ નિત્યલીલામાં પ્રવેશ થયો છે. 

આવતીકાલે સાંજે પ.૩૦ થી ૭.૩૦ કલાક દરમિયાન માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂ. મહારાજને શ્રદ્ધાસુમન અર્પવા ભાવાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં પૂ. મહારાજનો વલ્લભકુળ પરિવાર વૈષ્ણવ અગ્રણીઓ અને વૈષ્ણવો ઉપસ્થિત રહેશે. સરકાર નિર્દેશીત ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશનના નિયમો સાથે ભાવાંજલિ સભામાં શ્રી વલ્લભકુળ પરિવાર અને વૈષ્ણવ સમાજ પૂ.ચંદ્રગોપાલજી મહારાજને ભાવાંજલિ અર્પિત કરશે.