દિલ્હી-

ભારત આવતા વિદેશી સહેલાણીઓની સંખ્યા સરેરાશ બે કરોડ છે.કોરોના કાળના એક વર્ષનાં સમય દરમ્યાન સૌથી વધુ નુકશાન પર્યટનને થયુ છે. હવે દેશમાં કોરોનાના કેસ ઘટવાને પગલે અને કોરોનાની રસી આવવાને પગલે લોકોનો આત્મ વિશ્ર્વાસ પાછો ફર્યો છે અને ભરોસો પણ પર્યટનની ગાડીને પાટા પર લાવવા સરકારે પહેલ કરી છે. ઉતરાખંડમાં 100 ડેઝ ઈન હેવન: રાજય સરકાર પોતાના પર્યટન શો 100 ડેઝ ઈન હેવનને અમિતાભ બચ્ચન દ્વારા આગળ વધારશે. તેમાં રાજયનાં પ્રાકૃતિક સૌદર્યનો પ્રચાર કરાશે. 

પર્યટન મંત્રાલયની ઓનલાઈન પહેલ: દેખો અપના દેશ ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકારે 'દેખો અપના દેશ' યોજના શરૂ કરી છે.આઈઆરસીટીસી ફેબ્રુઆરીથી ભારત દર્શન, ટુરીસ્ટ ટે્રન, હવાઈ યાત્રા, પેકેજ શરૂ કરશે. 

અતૂલ્ય ભારત પર્વ: સાંસ્કૃતિક ધરોહરની ઝલક દેખાડવા માટે સરકાર અતુલ્ય ભારત પર્વ ઉજવી રહી છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન માધ્યમથી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે જેલ ટુરીઝમ 26 જાન્યુઆરીથી શરૂ કરશે. જેમાં આમ લોકો જાણી શકશે કે જેલમાં શું શું થાય છે. જમ્મુમાં બાઈક રેલીથી ટુરીઝમનો પ્રચાર થશે.