દાહોદ : દે.બારીયા તાલુકાના ફુલપુરા સેવનીયા ગામેથી ધંધો રોજગાર કરી પરત આવતા વેપારીને ત્રણ બાઈક પર આવેલા ૬ જેટલાં સશસ્ત્ર બુકાનીધારી લૂંટારુ ટોળકીએ વેપારીને જંગલ વિસ્તારમાં આંતરી ઢોર માર મારી રોકડ રકમ,મોબાઈલ દાગીનાના સરસામાન ની લૂંટ ચલાવી ફરાર થઇ જતા પંથકમાં ચકચારની સાથે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
દે. બારીયા નગરના રેટિયાપોળ વિસ્તારનો રહેવાસી અને ફુલપુરા સેવનીયા ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા કુતુબુદ્દીન સૈફુદ્દીન કવાંટવાલા નામક વ્હોરા વેપારી આજરોજ સાંજના સુમારે રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરી દુકાનનો વકરો લઇ દે. બારીયા તેઓના ઘરે પરત આવી રહ્યા હતા.તે સમયે જંગલ વિસ્તારમાં તમંચો, ધારિયા જેવા મારક હથિયારો સાથે પહેલેથી જ ઘાત લગાવીને ત્રણ બાઈક પર આવેલા ૬ જેટલાં બુકાનીધારી લૂંટારુ ટોળકીએ કુતુબુદ્દીનને રસ્તામાં આતરી તેના પર હુમલો કરી લોહીલુહાણ કરી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વીંટી મળી હજારો રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ હેમખેમ બાઈક ચલાવી સરકારી દવાખાને આવી સારવાર કરાવી હતી.આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ બનાવ સબંધે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments