વડોદરા,૧૧ 

માત્ર કાગળ પર ટ્રેડીંગ કંપની ઉભી કરી બોગસ ઈનવોઈસના આધારે બીટ્રમીન મટીરીયલ મેળવી સપ્લાય કર્યાનું જણાવી ખોટી રીતે ટેક્ષ ક્રેડીટ મેળવનાર ટ્રેડીંગ કંપનીના સબંધિત વ્યકિની સેન્ટ્રલ જીએસટી વિભાગે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

સેન્ટ્રલ જીએસટી વડોદરા-૧ કમિશનરેટના અધીકારીઓને મળેલી માહિતીના આધારે વડોદરા નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક ટ્રેડીંગ કંપનીમાં તપાસ હાાથ ધરી હતી. જેમાં આ ટ્રેડીંગ કંપનીના સંચાલક દ્વારા કોઈ પણ મટીરીયલ મેળવ્યા સિવાય ખોટી રીતે ઈનપુર ટેક્ષ ક્રેડીટ મેળવી લીધાની વિગતો પ્રકાશમાં આવી હતી.

જેમાં ટ્રેડીંગ કંપની દ્વારા ઈનવોઈસ ઈસ્યુ કરી ગાંધીધામ અને અમદાવાદના બોગસ સપ્લાયસરો તેના પર દર્શાવ્યા હતા. ૧૨.૪૧ કરોડના આ બિલોની રુા.૨.૨૩ કરોડની ટેક્ષ વેલ્યુ થાય છે. ત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગ્દ્‌દ્વારા માત્ર પેપર પર ચાલતી સપ્લાયર ફર્મ દ્વારા કોઈપણ મટીરીયલસના સપ્લાય વગર બોગસ બીલો ઈસ્યુ કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્ષ ક્રેડીટ મેળવતા ટ્રેડીંગ કંપનીના સંચાલકની અટકાયત કરી હતી. તેમને જામીન પર મુકત કર્યા હતા.