વડોદરા, તા. ૨૨

ટ્રાફિક પોલીસ અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારના લીધે ન્યાયમંદિર, મંગળબજાર અને માંડવી રોડ પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ અને ટ્રાફિક પોલીસની હપ્તાબાજીને પરિણામે ન્યાયમંદિર, મંગળબજાર સહિતના વિસ્તારમોમાં પથારાવાળોઓનો રાફડો ફાટી નીકળ્યો અને દુકાનો વાળા પણ દુકાનની બહાર મોટા મોટા લટકાણીયા લટકાવીને જાહેર રોડ રોકી રાખે છે. પરીણામે નિર્દોષ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જાડી ચામડીના પાલીકા અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતને લીધે બજારોમાં પાથારાવાળાનો પરિણામે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. આ ટ્રાફિક માટે જવાબદાર કોણ ? તે વિસ્તારના લોકોના માથે માથાના દુઃખાવા સમાન બની ગયો છે. જાહેર રોડ રસ્તા પર રોડને રોકીને પથારો નાખીને અડધો અડધ રોડ રોકી લે છે જેને લઇને ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં અવર જવર કરવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તદઉપરાંત ટ્રાફિકના લીધે વાહનચાલકો દ્વારા જાેર શોરથી હોન પણ વગાડવામાં આવે છે જેને લઇને સ્થાનિકો માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. જેથી વાહનચોલકોને કલોકો સુધી ટ્રાફિકમાં અટવાવુ પડી રહ્યુ છે. ઘણી વાર તો ત્યાંથી ઇમરજન્સીમાં પસાર થઇ રહેલી એમ્બુલન્સને પણ ઘણી વાર આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.

પથારાવાળાઓ પથારો લગાવવા અધિકારીઓ અને પોલીસને ભરણ આપે છે?

પાલિકા દ્વારા વારંવાર પથારાવાળાના દબાણો દુર કરવામાં આવે છે તેના બીજા દિવસે જાણે પથારાવાળાને પાલિકાના અધિકાર કે ટ્રાફિક પોલીસની બીક ના હોય તે રીતે ફરીથી પથારો લગાવીને પોતાનો ધંધો કરે છે. જાે દબાણ દુર કર્યેને બીજા દિવસે ફરીથી દબાણ થતુ હોય તો જાણે પાલીકાના ભ્રષ્ટ અધિકારી અને ટ્રાફિક પોલીસને શુ ભરણ આપવામાં આવે છે ? તે એક પ્રશ્ન શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન છે.

શું ન્યાયમંદિર ફોર વ્હીલર ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ છે?

ન્યાયમંદિરને હેરીટેજ બનાવવા માટે પાલીકા કમર કસી રહી છે એકબાજુ પાલીકા હેરીટેજ બનાવવા માટે ફુલોના વેપારીને ત્યાંથી દુર કર્યા ત્યારે તેમણે ત્યાં ધૂળ ખાતી ફોર વ્હીલર ગાડીઓ કે ત્યાં પાર્ક થયેલી ગાડીઓ દેખાઇ ન હતી. ન્યાયમંદિર જાણે પાર્કીંગ સ્ટેન્ડ હોય તે રીતે લોકો ન્યાયમંદિરની આજુબાજુ તેમની ફોરવ્હીલર ગાડીઓનુ જાહેર રોડ પર પાર્કિંગ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસને ફકત નો પાર્કિંગમાં રહેલ ટુ વ્હીલર ગાડીને ક્રેનમા લઇને તોડપાણી કરવામાં રસ હોય તે રીતે તેમણે ફોરવ્હીલર ગાડીઓ દેખાતી નથી.