વડોદરા : વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રીજ પાસે રાત્રે ૩ વાગે સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇસર ટેમ્પા અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પામાં ફસાયેલા તમામ ૨૭ લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૬ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જાેકે પોલીસ ઘટના સ્થાને પહોંચીને હળવો કર્યા હતો. ઘટનાની જાણ જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તથા એસ.ડી.એમ. સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને સારવાર અંગેની સાંત્વના આપી હતી.

મળસ્કે હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇજા પામેલા તથા મૃત પામેલા તમામ લોકોને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાથી જાણ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ડ ડો. રજત ઐયરને થતાં તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરી વધારાનો તબીબ સ્ટાફને તાબડતોબ બોલાવી લેવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા જ્યારે નવ વ્યક્તિના ઘટના સ્થળ પરનું કરૂણ મોત નીપજ્યા હતા. કુલ ૧૧ વ્યક્તિના મોત નીપજ્યા હતા જેમાં પાંચ મહિલાઓ, ચાર પુરૂષો અને બે બાળકોનો સમાવેશ થયો હતો. જાણકારોના જણાવ્યા અનુસાર ટેમ્પામાં બેઠેલા લોકો એકબીજા સાથે અથડાતા મૃત્યુ પામતા હતા. રાત્રિના સમયે અકસ્માત થતાં લોકો ટેમ્પામાં ઉંઘી રહ્યા હતા.મૂળ ભાવનગર અને રાજૂલા ગામનાં આસપાસના લોકો સુરતના વરાછા અને પૂણેગામમાં રહેતાં હતા. અને તેઓ દ્વારા ધસવામાં તથા કપડાના ધંધા સાથે જાેડાયેલા હતા. હડીયા અને જીંજળા પરિવારના ૧૦ સદસ્યો સહિત ૨૭ જેટલા વ્યક્તિઓ ટેમ્પામાં પાવાગઢ તથા ડાકોરના દર્શન માટે જતા હતા. વહેલી સવારે વાઘોડિયા હાઇવે ચોકડી પાસે થયેલા ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ સુરત તથા વતન ભાવનગર તથા રાજુલામાં થતાં મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

અકસ્માતના બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સના ઇન્ચાર્જ જીતેન્દ્ર ત્રિપાઠીએ પણ કારેલીબાગ નર્મદા ભવન, છાણી, અલકાપુરી, ભૂસાલી, અને કપૂરાઇ મળી કુલ છ એમ્બ્યુલન્સને ઇજાગ્રસ્તો અને મૃતકોને સયાજી હોસ્પિટલમાં લાવવા માટે ફાળે લગાડી હતી. સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવેલ ઇજાગ્રસ્તો પૈકી પાંચથી છ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

કેટલાક લોકોનાં ઊંઘમાં જ મોત થયાં

આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ટેમ્પામાં બેઠેલા લોકો એકબીજા સાથે અથડાતાં મૃત્યુ પામ્યા હતા. રાત્રિના સમયે અકસ્માત થતાં લોકો ટેમ્પામાં ઊંઘી રહ્યા હતા, જેથી કેટલાક લોકોનાં તો ઊંઘમાં જ મોત થયાં હતાં.

સુરતના વરાછા અને પૂણા ગામના રહેવાસી હતા

ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન મહુવા તાલુકાના રાજુલા અને ભાવનગર તથા મહુવાની આસપાસનાં ગામોના વતની છે. છેલ્લાં ૨૦ વર્ષથી સુરતમાં રહેતા હતા. સુરતના વરાછા અને પૂણા ગામ પાસે આવેલી સીતારામ સોસાયટી અને આશાનગરમાં રહેતા હતા. હીરા અને કાપડ ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે ૧૧ વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે ૩ વાગ્યે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં ૧૧ લોકોનાં મૃત્યુ થતાં સુરતના વરાછા અને પૂણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરી

અકસ્માતની ઘટના અંગે ઁસ્ મોદીએ ટ્‌વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાહુલ ગાંધીએ પણ ટ્‌વીટ કરીને મૃતકોના પરિવારજનોને સાત્વંના પાઠવી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને જીડ્ઢસ્ સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેમાં ૯ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૧૭ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં ૧૧ મૃતકોની યાદી

• સોનલબેન બીજલભાઇ હડીયા (ઉ.૩૫) (મૂળ રહે, બામ્ભણિયા ગામ, મહુવા, હાલ રહે સુરત)-માતા

• ભવ્ય બિજલભાઇ હડીયા (ઉ. ૮ વર્ષ) (મૂળ રહે, બામ્ભણિયા, મહુવા, હાલ રહે સુરત)-પુત્ર

• દક્ષા ઘનશ્યામભાઇ કલસરીયા (ઉ.૩૫) (મૂળ રહે, ખાખબાઇ ગામ, રાજુલા, હાલ રહે સુરત)-માતા

• પ્રિન્સ ઘનશ્યામભાઇ કલસરીયા (ઉ.૧૨) (મૂળ રહે, ખાખબાઇ ગામ, રાજુલા, હાલ રહે સુરત)-પુત્ર

• હંસાબેન ખોડાભાઇ જીંજાળા (મૂળ રહે, પાવઠી ગામ, તળાજા, હાલ રહે સુરત)-માતા

• ભૌતિક ખોડાભાઇ જીંજાળા (ઉ.૧૫) (મૂળ રહે, પાવઠી ગામ, તળાજા, હાલ રહે સુરત)-પુત્ર

• દયા બટુકભાઇ જીંજાળા(ઉ.૩૫) (મૂળ રહે, નાની ખેરાડી ગામ, રાજુલા, હાલ રહે સુરત)

• સચિન અરશીભાઇ બલદાણીયા (મૂળ રહે, ધોકળવા ગામ, ઉના, હાલ રહે સુરત)

• દિનેશ ઘુઘાભાઇ બદલાણીયા (ઉ.૩૫) (મૂળ રહે, મોટાજાદરા ગામ, મહુવા, હાલ રહે સુરત)

• આરતી ખોડાભાઇ જીંજાળા (ઉ.૧૮) (મૂળ રહે, નાની ખેરાડી ગામ, રાજુલા, હાલ રહે સુરત)

• સુરેશ જેઠા જીંજાળા (ઉ.૩૨) (મૂળ રહે, નાની ખેરાડી ગામ, રાજુલા, હાલ રહે સુરત)