વડોદરા, તા.૨ 

વડદલા ગામે બોરીંગ કામની મજૂરી કામે બાઈક ઉપર જઈ રહેલાં સોમા તળાવ ધાધરેટીયા ખાતે રહેતાં બે બહેનો વચ્ચે એકના એક ભાઈને રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ જ કાર સાથે અકસ્માતમાં તેના મિત્ર સાથે મોત નિપજયું હતું. અકસ્માત મોતના બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી સાથે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

સોમા તળાવ બ્રિજ ધાધરેટીયા વિસ્તારના દુર્ગા વસાહતમાં વિધવા અંબાબેન ચતુરભાઈ તડવી ઉ.વ.૫૫ તેમના મોટા દિકરા ચંદ્રકાન્ત તથા બે દિકરીઓ સાથે રહે છે. તેમનો પુત્ર ચંદ્રકાંન્ત પિવારનો આર્થિક આધાર સ્તભં હતો. તે છૂટક મજૂરી કરી આર્થિક મદદરુપ થતો હતો. જાે કે અંબાબેન તથા બે પુત્રીઓ છુટક કામ કાજ કરતી હતી. આજે સવારે નવ વાગ્યાની આસપાસ વડદલા રોડ હરિનગરમાં રહેતો મહેશ મજુરભાઈ પરમાર મિત્ર ચંન્દ્રકાંન્તને ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે વડદલા ગામે બોરીંગના કામ માટે જવાનું છે. જેથી ચંન્દ્રકાંત તડવી તથા મહેશ પરમાર બંને મિત્રો બાઈક ઉપર ડબલ સવારી વડદલા જવા માટે ઘરેથી નિકળ્યા હતા બંને મિત્રો કપુરાઈ બ્રિજથી સુરત તરફના હાઈવે પર જતાં હતા એ વખતે આ રોડ પરના પૂરઝડપે દોડતી કારના ચાલકે બંને મિત્રોની બાઈકને કપુરાઈ બ્રિજની આગળ અડફેટે લીધા હતા. આ અકસ્માત ઘટનામાં બંને મિત્રો ચંન્દ્રકાંન્ત તડવી તથા મહેશ પણ ઘટના સ્થળે મોત નિપજયા હતા અને હાઈવે પર લોહી પાણીના રેલની જેમ વહી રહ્યું હતું. અકસ્માત મોતનાં ઘટનાની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી. સાથે ચંદ્રકાંન્ત તથા મહેશ પરમારના પરિવારજનોને થતાં તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ બંને મિત્રોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતાં ભારે આક્રંદ કરી મુકયું

વડોદરા, તા.૨

આજે સવારે કપુરાઈ બ્રિજ પાસે થયેલા જીવલેણ અકસ્માતમાં વિધવા માતાએ આર્થિક આધાર સ્થંભ એવા દીકરો ચંન્દ્રકાંન્ત તથા બંને બહેનોનો એકનો એક ભાઈ રક્ષાબંધનમાં પૂર્વની પૂર્વ સંધ્યાએ જ બહેનોએ ભાઈનું છત્ર ગુમાવતાં ભારે આક્રંદ કરી મુકયું જેથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા બહેનોએ અતિ ઉત્સાહ પૂર્વે ભાઈને ગમે તેવી રાખડીઓ ખરીદીને લાવીને મુકી હતી. પરંતુ કુદરત કંઈક અલગજ મંજૂર હતુ જેથી બહેનોની રાખડી રંગ ફીકકો પડી ગયો હતો.