વડોદરા, તા.૨૬ 

વડોદરામા શનિવારે સાંજે હળવા વરસાદ બાદ આજે પણ દિવસ દરમિયાન વાદળીયા વાતાવરણ વોચ્ચે વરસાદે વીરામ પાળતા ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. અષાઢ મહિનામાંછુટા છવાયા વરસાદને બાદ કરતા મધ્યુ ગુજરાતમાં મઘેરાજાએ જમાવટ કરી ન હતી. ત્યારે શ્રાવણ મહીનામાં જમાવટ કરે તેવી શકયતા વચ્ચે છુટા છવાયા હળવો વરસાદ થઈ રહ્યો છે. શનિવારે સાંજે વાદળા ઘેરાતા જાેરદાર વરસાદ થાય તેવી શકયતા જણાતી હતી. પરંતુ હળવો વરસાદ થયા પછી વરસાદ રોકઈ ગયો હતો. આજે સવારથી વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદ થાય તેવી શકયતા હતી. પરંતુ વરસાદ થયોન હતો. અને ઉકળાટ થી લોકો પરેશાન રહ્યા હતા. વરસાદના વિરામ વચ્ચે સાંજે મહત્તમ તાપમાન ૩૪.૮ ડીગ્રી સેન્ટી ગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સન્ટીગ્રેડ નોંધાયુ હતું. સવારે હવામાન ભેજનું પ્રમાણે ૮૬ ટકા સાંજે ૬૦ ટકા અને હવાનું દબાણ ૧૦૦૩.૬ મીલી બાસે અને દક્ષિણ- પશ્ચિમ તરફના પવનના સરેરાશ ગતિ પાંચ કિમી નોંધાઈ હતી.