બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગંદકીના સામ્રાજયને લઈ સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકરી ઉઠ્‌યા છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા પંચાયતના સભ્ય તેમજ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે 

એક તરફ સરકાર તેમજ તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ બોડેલીના અલીપુરા વિસ્તારના રામનગર સોસાયટીમાં આવેલ કોમન પ્લોટમાં ભારે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે વહીવટી તંત્રને ગંદકી સાફસફાઈ કરવાનો સમય ન હોઈ તેમ સ્થાનિક રહીશોમાં ચર્ચા જાગી છે. ગંદકીના સામ્રાજ્યને લઈ ભારે મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે કાદવ કીચડ અને વરસાદના પાણી ભરાઈ રહેતા દુર્ગંધવાળું પાણી માર્ગો પર ફેલાતા મોટો રોગચાળો ફાટી નીકળે તેવી શકયતાઓ દેખાઈ રહી છે હાલમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે રામનગર સોસાયટીના રહીશો પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે હવે કોલેરા સહિત અન્ય રોગચાળો ફાટી નીકળે તેવા એંધાણથી રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ નજીકમાં મસ્જિદ આવેલ હોવાથી નમાજી ભાઈઓને ગંદા પાણીમાંથી પસાર થઈ મસ્જિદમાં જવું પડે છે. આ બાબતે પંચાયતમાં વારંવાર પંચાયતના સભ્ય તેમજ સ્થાનિક રહીશો દ્વારા રજૂઆતો કરવા છતાં કોઈ નકકર પરિણામ ન આવતા સભ્ય તેમજ રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તંત્ર દ્વારા રહીશોના હિતમાં ગંદકી દૂર કરે તે ખુબજ જરૂરી બન્યું છે તેમજ તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતા લઈ આ વિસ્તારની મુલાકાતલે તે પણ જરૂરી છે.