પાટણ : કોરોના રસીકરણ માટે પાટણ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ મેડીકલ ઓફિસરો, ફાર્માસિસ્ટ, એકાઉન્ટટ, ઓપરેટર, વેક્સિનનેટ,ર આશાવર્કર, આંગણવાડી કાર્યકર સહિતને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વેક્સિન આપ્યા બાદ મોબાઇલમાં આ એપ્લિકેશનના માધ્યમથી વેક્સિન નેટર દ્વારા ડેટા એન્ટ્રી કરવામાં આવશે. જિલ્લામાં વેક્શિનેશન સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૨,૩૦,૧૪૬ લોકો જ્યારે ૫૦ વર્ષથી નીચેની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા ૪,૬૩૨ લોકો મળ્યા છે. હવે તાલીમ તબક્કો શરૂ થયો છે જેમાં પ્રથમ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ૬૩ મેડીકલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી છે.જેમાં વેક્સિન સાઇટ નક્કી કરવી કર્મચારીઓનું આયોજન કરવું સાઇટ પર વેક્સિન અને સિરીઝ નીડેલો પહોંચાડવી મોનીટરીંગ અને સુપરવિઝન કેવી રીતે કરવું તે સહિતની બાબતોની તાલીમ આપવામાં આવી હતી. સાથે ૭૧ફાર્માસિસ્ટને પણ તાલીમ આપવામાં આવી છે. વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન રેકોર્ડ રજિસ્ટર રાખવા સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવી સહિત ની તાલીમ આપવામાં આવી હતી.