રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. અગાઉ બાળકો પર કરાયેલા સર્વેમાં કોરોના બાદ ઑનલાઇન અભ્યાસના નામે બાળકો પોર્ન સાઇટ જાેવાના રવાડે ચડી ગયા હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું. આ સિવાય વ્યક્તિઓ શા માટે કોરોનાની બિમારી છૂપાવ છે. તેનાથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકો શા માટે સમયસર ટેસ્ટિંગ નથી કરાવતા તેને લઈને પણ ચોંકાવનારી બાબતો સામે આવી છે.

હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને વધુ એક સર્વે બહાર પાડ્યો છે. જેમાં લોકો પેનિક થઈને ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શન જરૂરિયાત ન હોવા છતાં તેની પાછળ દોડી રહ્યા હોવાનું તારણ આપ્યું છે. રાજ્યની હોસ્પિટલોમાં ફક્ત ૨ ટકાને જ ઓક્સિજન અને ૫ ટકાને ઈન્જેક્શનની જરૂર હોવાનું સામે આવ્યું છે. પરંતુ ભારતીયો હંમેશાં પેનિક થઈને તેની પાછળ દોડી રહ્યા છે તે ખરાબ ટેવ હોવાનું જણાવ્યું છે. ડર હંમેશાં ભયાનક પરિણામો લાવે છે, જેથી મનોવિજ્ઞાન ભવને દરેક નાગરિકને માનસિકતા બદલવા માટે જણાવાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા છેલ્લા દોઢ મહિનાનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેમાં કોરોના સમયમાં બાળકોમાં મોબાઇલના ઉપયોગ કરવાનો વ્યાપ કેટલો વધ્યો છે? મોબાઇલના ઉપયોગ સમયે બાળકો મોબાઇલમાં કેટલા સમય માટે ગેમ્સ રમે છે? કેટલા સમય માટે સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરે છે? અન્ય સાઇટનો કેટલો ઉપયોગ કરે છે? તે તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી.સર્વે માટે એક સેમ્પલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આ માટે એક ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં ૨૫૦ જેટલી માતાઓને એડ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં કોઈ પણ માતાને જાણ ન થાય તે પ્રકારે વાતચીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ઑનલાઇન અભ્યાસ કરતા સમયે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરે છે.