શહેરા

ઉમેદવારી ભરવા આવતા ભાજપના ઉમેદવારો અને સમર્થકો દ્વારા સોશયલ ડિસટન્સના ધજાગરા કોવિડ -૧૯ની માર્ગદર્શિકાનું ધરાર અનદેખી કરી ડી.જે સાથે આવ્યા ઉમેદવારો સમગ્ર ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે તો ૬ મહાનગરપાલિકા સાથે અન્ય નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાશે તે અંતર્ગત શુક્રવારના રોજભાજપ ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો

ભાજપના ઉમેદવારો ડી. જે સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમટી પડયા હતા અને ભાજપ કાર્યાલય પર બધા ભેગા થઈ ત્યાંથી શહેરાના ધારાસભ્ય ખુલ્લી જીપ મા તાલુકા સેવા સદન ખાતે પોહોંચ્યાં હતા

 જાે કે કોરોના મહામારી હજી સમાપ્ત થઈ નથી ત્યારે આજે સોશ્યલ ડિસટન્સના ધજાગરા ઉડયા હતા તો કોંગ્રેસે જિલ્લા તાલુકામાં પોતાના ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરાયા હતા નોંધનીય છે કે પાલિકામાં ઉમેદવારી પત્ર ભરવામાં બે દિવસ બાકી હોવા છતાં હજી સુધી કોંગ્રેસ પ્રેરિત કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નથી જાે કે જાણવા મળયા મુજબ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે પરંતુ પડદા પાછળના કસલી તો કોંગ્રેસના નેતાઓ જ રહેશે

શુક્રવારના રોજ ઉમેદવારી પત્રો ભરવા આવેલા કેટલાક ઉમેદવારો તેમજ તેમના સમર્થકો દ્વારા બસમથકની અંદર ગેરકાયદેસર રીતે વાહનો નો ખાટલો ખડકી દેવામાં આવ્યો હતો