અમદાવાદ, આજના જમાનામાં દરેકની ઝીંદગી ભાગદોડ વાળી થઈ ગઈ છે ત્યારે પોતાના પર વ્યકિત ખાસ ધ્યાન નથી આપી શકતો અને અનેક રોગો આપડા શરીરને ઘર બનાવી ને મૂકે છે. ઝીંદગી જીવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે તો ખાવા પીવાની રીત બદલાઈ જતા ડૉક્ટરોનો સહારો લેવો પડી રહ્યો છે આજે દરેક ઘરમાંથી એક વ્યક્તિ બીમાર છે. ત્યારે આજ ના જમનામાં કુદરતી ઉપચાર એ પણ આપણી ગૌમાતાના ૫ તત્વોમાંથી ઉપચાર કરવાની એક આગવી ઓળખ બની છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના ન્યુ.સી.જી રોડ પર ગવ્યધા હેલ્થ સેન્ટર આવેલું છે આ હેલ્થ સેન્ટર ગૌ માતાના ૫ તત્વો અને ઔષધિઓ સાથે મળીને કુદરતી ઉપચાર થી અનેક રોગોને મટાડી દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે.

આ ખાસ ઉપચાર માટે લોકો દેશના અનેક રાજ્યો અને જિલ્લામાં થી આવે છે જ્યારે ડોકટર પોતાની આશા મૂકી દે છે ત્યારે આ ટિમ ઘ્વારા પંચગવ્ય અને કુદરતી રીતે તે દર્દીઓનો ઉપચાર કરવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહાર જ્યાં પણ કુદરતી વાતાવરણ મળે ત્યાં આ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સારવારમની જાે વાત કરવામાં આવે તો ન્યુરોસારવાર, નેચરોપેથી, મંત્ર થેરાપી,પંચકર્મ ,મસાજ મંત્ર અને મ્યુઝીક થેરાપો, મેડિટેશન, યોગા અભ્યાસ જેવી અનેક રીતો થી ડાયાબીટીસ, કેન્સર, ફેફસાની તકલીફ પાચનતંત્ર હોય કે માથાંનો અસહ્ય દુખાવો આંખો ની તકલીફ જેવી અનેક સમસ્યાઓ નો ઈલાજ અહીં કરવામાં આવી રહ્યો છે મેડિકલ સેન્ટર ઘ્વારા આવી સારવાર માટે ૮ દિવસનો કુદરતી વાતાવરણ મા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દર્દીઓને અહીં ૮ દિવસ રાખવામાં આવે છે અને સવાર થી સાંજ સુધી અલગ અલગ પ્રકારે તેમને જરૂરિયાત મુજબ સારવાર કરવામાં આવે છે.

અહીં દર્દીઓની સારવાર કરતા ડો રેખા કહે છે કે ગુજરાત રાજ્યના અનેક શહેરો અને રાજ્ય બહાર થી લોકો સારવાર માટે અહીં આવે છે અહીં આવતા તેઓને પંચગવ્ય થી સારવાર આપવામાં આવે છે. સવારે તેઓ ને યોગા અભ્યાસથી શરૂ કરીને તેમના અલગ અલગ ઉપચારો કરવામાં આવે છે કેટલાક દર્દીઓ એવા છે કે જેમને ડોકટર ઘ્વારા બિલકુલ સારવાર માટે ના કહી હતી એવા પણ દર્દીઓ અહીં થી સાજા થઈ ને ગયા છે. કેન્સર જેવી બીમારી ડાયાબીટીસ ની બીમારી હોય કે કમર ની બીમારી દરેક બીમારીમા અમે પંચગવ્ય ઘ્વારા સારવાર આપવામાં આવે છે દર્દીઓ અહીં આવે ત્યારે દુઃખી હોય છે અતિશય તકલીફમા હોય છે પરંતુ સારવાર બાદ તેઓ એક નવી આશા સાથે જાય છે. જીવન જીવાની એક ઉર્જા એમના મોઠા પર હોય છે.

કોરોના સામે રક્ષણ મેળવા માટેના ઉપચાર

પંચગવ્યાથી સારવાર કરતા ડોકટર્સ કહે છે કે હાલ કોરોના ઐતિહાસિક સપાટી પર છે કોરોનાથી બચવા માટે અપડે હંમેશા બહાર નીકળીએ ત્યારે અચૂક ગાયનું ઘી લગાવીએ નાકમાં જૅથી કોરોના કિટાનું શરીરની અંદર જાય નહીં. તો ઘરમાં ગાયના ઘી નો દીવો કરવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે ઘણા ડોકટર્સ આજે પણ નાકમાં ઘી લગાવીને દરર્દીઓનો તપાસવા જવાનું યોગ્ય માને છે.