છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા તથા ખિલખિલાટ સેવા તથા ય્ફદ્ભ ઈસ્ઇૈં સંસ્થા અંતર્ગત ચાલતા તમામ પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ હતી. જેમાં અંદાજિત ૨૦ જેટલા સ્થળો આશરે ૫૦ છોડ વાવીને વૃક્ષારોપણ કરાવ્યું હતું અને એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સમાં વપરાતા તમામ સાધન સામગ્રીની સાફસફાઈ કરવામાં આવી હતી.

મોરવા હડફમાં વન વિભાગે પર્યાવરણ દિવસની ઉજવણી કરી

શહેરા, મોરવા હડફમા પર્યાવરણ દિવસ ઉજવણી વન વિભાગે કરી હતી.ધારાસભ્ય નિમીષાબેન સૂથાર સહિત વિવિધ કચેરીના અધિકારી અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરીને વિવિધ છોડોનુ વિતરણ કરેલ હતુ. મોરવા હડફ મા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્ય નિમિષાબેન સુથાર ની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનૂ આયોજન કરવા માં આવ્યું હતું. નિમિષા બેન સુથાર સહિત બક્ષીપંચ મોર્ચા ના જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ ના અધ્યક્ષ તખતસિંહ પટેલ તથા જીલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત ના સભ્યો સહિત પાર્ટી ના પદાધિકારીઓ એ તુલસી, લીમડો સહિત વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરેલ હતુ. જ્યારે વનવિભાગ દ્વારા મામલતદાર સહિત અન્ય કચેરીમાં વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવા સાથે દરેક પર્યાવરણ પ્રેમીઓને વૃક્ષો વાવવા માટે અપીલ કરીને જનજાગૃતિ સંદેશો આપ્યો હતો. વનવિભાગ દ્વારા તાલુકા પંથકમા વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ કરવા સાથે વિવિધ છોડો નુ વિતરણ કરીને ઉજવણી કરાઇ હતી.