સુરત-

શનિવારે વહેલી સવારે સાડા-ચાર વાગ્યાની આસપાસ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ પેઠો હતો. આંચકા અનુભવાતા અનેક લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા અને ફોન કરીને કે અન્ય કોઈ સ્રોત દ્વારા ખરેખર શેનો આંચકો અનુભવાયો એ તપાસ કરી હતી. તપાસ કરતા એ ભૂકંપ જ હોવાનું જણાયું હતું. 

સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાવનારા આ ભૂકંપના આંચકા બાબતે મોડેથી હવામાનખાતાએ જાહેરાત કરી હતી કે, રીક્ટર સ્કેલ પર તેની માત્રા 3.1 જેટલી નોંધાઈ હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 29 કિમી દૂરના સ્થળે આવેલું હતું. જો કે, આ ભૂકંપના આંચકા હળવા હતા તેમજ આફ્ટર શોક્સ નહોતા અનુભવાયા તેથી લોકોએ રાહત મેળવી હતી.