ગાંધીનગર-

પ્રકૃતિની ગોદમાં અને પ્રકૃતિની વચ્ચે વન સાથે રહેનારા આ સમાજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા જાળવ્યા છે. ઇતિહાસમાં રામાયણકાળમાં ભગવાન રામને મદદ રૂપ થયેલા રાજા નિશાદ, સોમનાથની રક્ષા માટે પ્રાણ આપનારા વેગડા ભીલ અને આઝાદી સંગ્રામના આદિવાસી ક્રાંતિ વીરો બિરસા મુંડા, ગોવિંદ ગુરુનું સ્મરણ કર્યું હતું. અટલ બિહારીજીની તત્કાલીન સરકારે દેશમાં પહેલીવાર અલગ આદિજાતિ વિકાસ મંત્રાલય સ્થાપ્યું હતું. નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય પ્રધાન કાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિવાસીઓના શિક્ષણ, આરોગ્ય, રસ્તા પાણી જેવી માળખાકીય સુવિધાઓમાં વિકાસને આયોજનબદ્ધ આગળ ધપાવ્યો છે.

સરકારે આદિજાતિઓના હકોના રક્ષણ અને સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે વિધાનસભામાં ખરડો પસાર કરી કાયદો પણ બનાવ્યો છે. તેમણે પેસા એકટનો રાજ્યમાં ત્વરીત અમલ કરાવીને વનબંધુઓને વન પેદાશો અને ગૌણ ખનીજના હક આપી સ્થાનિક વિકાસ કામોને પણ સરકારે પ્રાધાન્ય આપ્યું છે. આત્મનિર્ભર સહાય પેકેજ અન્વયે વનવાસી-આદિવાસી શ્રમિકોને તેમના વતનમાં પાકું મકાન બાંધવા 35 હજાર રૂપિયાની સહાય સરકારે જાહેર કરી છે, તેની પણ ભૂમિકા આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સરકાર સુધી વનબંધુ આદિવાસીઓના ઉત્કર્ષ અને કલ્યાણની સર્વગ્રાહી યોજનાઓના અમલથી 'સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના'નો કોલ આપ્યો હતો.