છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી ઘણા આર્મી તેમજ પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થયેલા છે. તેઓની મુલાકાત લેતા તેમના લોકમુખે જાણવા મળેલ છે કે, તેઓએ ફરજ પર નિમણૂક થતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેથી આજની વર્તમાન આદિવાસી પેઢીને તેમજ યુવાવર્ગને આવી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેથી આજ રોજ અમે નિવૃત્ત આર્મી જવાનો તેમજ પોલીસ કર્મચારીઓ સાથે મળીને આર્મી તેમજ પોલીસ ટ્રેનિંગ એકેડમીના સેન્ટરની આજરોજ શરુઆત કરીએ છીએ. આર્મી ટ્રેનિંગ તેમજ પોલીસ ટ્રેનિગ એકેડમી સેન્ટરના ઉદ્ધાટનમાં આજરોજ માજી રેલ મંત્રી તથા હાલ રાજય સભાનાં સાંસદ નારણભાઈ રાઠવાના સુપુત્ર વગેરે હાજર રહ્યા હતા.