વાંસદા : વિશ્વ આદિવાસી અધિકાર દિવસે નેશનલ હાઈવે ૫૬ અને સ્ટેટ હાઇવે પર આદિવાસીઓના અધિકારો બતાવવા બેનર પોસ્ટર ઓ બતાવી માનવ સાંકળ ૨૫, કિલોમીટર બનાવી હતી રાજા વાસી, ભીલ ખડકાળા અને પ્રતાપ નગર ડિવાઇડર પર માનવ સાંકળ રચવામાં આવી હતી જેમાં વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

માનવ સાંકળ પછી રસ્તા પર ચક્કાજામ કરીને ચિખલી વગેરે એક કલાક સુધી જામ કરી દીધો હતો બેનર પ્રદર્શન બાદ પ્રતાપ નગર હાઈસ્કુલ સામે રસ્તા પર સભા ભરવામાં આવી હતી. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ની ઉજવણી કરતાં ભાઈઓને શુભેચ્છા પાઠવી હતી અને વર્તમાન સરકાર દ્વારા એનકેન પ્રકારે આદિવાસીઓને નવા નવા પ્રકારના પ્રોજેક્ટ ના નામે રંજાડવાનો પ્રયાસ કરાય છે. રોજગારી શિક્ષણ વીજળી જેવી સમસ્યાઓની સાથે સાથે ભારત માલા પ્રોજેક્ટ મુંબઈ દિલ્હી કોરીડોર તાપી પાર નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટ લેપર્ડ સફારી પાર્ક બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ બનાવીને આદિવાસીઓની જમીનો પચાવાની વાતો કરે છે. રૂઢી પ્રથા ગ્રામસભાના મુખી રમેશભાઈએ જણાવ્યું હતું કે બહેરી મૂંગી સરકાર ને જગાડવા માટે અવાર નવાર ચક્કાજામના કાર્યક્રમો ઠેર-ઠેર કરીશું. ચીખલી વઘઈ હાઈવે વાહનોની કતારો ઊભી કરવામાં આવી હતી .