અરવલ્લી : મીની રાજઘાટ તરીકે ઓળખાય છે અહીનું ગાંધી સ્મારક ૧૯૪૮ માં ગાંધીજીના અસ્થિ સ્વતંત્રસેનાની ગૌરીશંકર જોષી લાવ્યા હતા. ૨ જી ઓકટોમ્બર એટલે ગાંધી જયંતિ. સમગ્ર દેશમાં આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીના રાજપાટ પછી મીની રાજઘાટ તરીકે ઓળખાતું ગાંધી સ્મારક મોડાસા તાલુકાના મહાદેવગ્રામ ( બાકરોલ ) ખાતે આવેલું છે. 

મિની રાજઘાટ તરીકે ઓળખાતા આ સ્થળ અંગે ઘણા ઓછા લોકોમાં જાણકારી હશે ત્યારે ગાંધીજીના દેહાંત બાદ તેમના અસ્થિને સમગ્ર ભારતમાં યાત્રા સ્વરુપે ફેરવવામાં આવ્યા હતા ત્યારે ૧૨ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ મેશ્વો અને ઝુમર નદીના સંગમસ્થાન તરીકે ઓળખાતા હાથિયા ડુંગરની તળેટીમાં ગાંધીજીનું સ્મારક બનાવામાં આવ્યું હતું.મીની રાજઘાટ પર જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ મોડાસાના અને સ્થાનિક નેતાઓ,ગાંધી વિચારધારા સાથે સંકળાયેલ લોકોએ પુષ્પાંજલી અર્પી હતી. આજે પણ વર્ષો બાદ ગ્રામજનો દ્વારા ગાંધી જન્મ જયંતિ અને નિર્વાણ દિને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં કરવામાં આવે છે.સ્વતંત્ર ચળવળ દરમ્યાન મહાદેવગ્રામ (બાકરોલ)ના ગૌરીશંકર જોષી અને મનસુખ મિસ્ત્રીએ ગાંધીજી અને અન્ય સ્વતંત્રસેનાનીઓના મિત્રો ગણાતા હતા.જયારે આઝાદી બાદ જયારે ગાંધીજીએ દેહ છોડ્યો હતો ત્યારે મહાદેવગ્રામ (બાકરોલ) ના ગૌરીશંકર જોષી અને મનસુખભાઈ મિસ્ત્રી તે સમયે ત્યાં હાજર હતા અને ત્યારબાદ તેઓ ગાંધીજીના અસ્થિઓને મહાદેવગ્રામ (બાકરોલ) ખાતે લાવીને ગાંધીજીના અસ્થિઓનું સ્મારક બનાવામાં આવ્યું હતું. રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા મહાન વ્યકિઓએ પણ આ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવી હતી.મીની રાજઘાટ તરીકે ઓળખાતા મહાદેવગ્રામ ( બાકરોલ ) માં સમયાંતરે યોજાતા કાર્યક્રમો માં પણ નેતાઓની પાંખી હાજરી જોવા મળે છે ત્યારે તેનાથી ઉલટુ સાબરકાંઠાના પુર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ નો વર્ષોથી મહાદેવગ્રામ (બાકરોલ) ના મીની રાજધાટ પ્રત્યે અન્યન લગાવ જોવા મળ્યો છે અને નાના માં નાના પ્રસંગમાં આજે પણ પુર્વ સાંસદ સાક્ષી બને છે અને પોતાના કાર્યકાળ દરમ્યાન સારી એવી ગ્રાન્ટની ફાળવણી ગાંધી સ્મારકના વિકાસ માટે કરી હતી .મહાદેવભાઈ દેસાઈના નામ પરથી બાકરોલ માંથી મહાદેવગ્રામ નામ પડયું સ્વતંત્ર ચળવળ દરમ્યાન મહાદેવભાઈ દેસાઈ છાશવારે બાકરોલ ગામની મુલાકાતે આવતાં અને જેતે સમય માં બાકરોલ ગામના લોકો સાથેના સંબંધો મજબુત બન્યા હતા.