વડોદરા, તા. ૫

સમા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે બી.આર.જી. ગ્રુપ દ્વારા આયોજીત ત્રીદશાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે બી.આર.જી ગ્રુપ છેલ્લા ૩૦ વર્ષોથી બાળકોમાં શિક્ષણની સાથે રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે જે સરાહનીય છે.તેમણે બી.આર.જી ગૃપના આદ્ય સ્થાપક બકુલેશ ગુપ્તા, ચેરપર્સન લતાબેન ગુપ્તા તેમજ સી.એમ.ડી સરગમ ગુપ્તાને અભિનંદન આપ્યા હતા.બી.આર.જી ગ્રુપ દ્વારા સંસ્કારનગરી વડોદરાને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ગિનિસ વર્લ્ડ રેકર્ડમાં સતત બે વાર નામના પ્રાપ્ત કરાવવાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. તે સિવાય આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો તેમજ પીરામીડ સહિતના તરકીબો બતાવી હતી.આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલા, ભાગ્યેશ ઝા, કલેકટર અતુલ ગોર, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ભરત ડાંગર તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડાॅ.હિતેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.