અમદાવાદ-

દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ત્યારે અમદાવાદમાં આજે શુક્રવારે રાતના નવ વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે, 57 કલાકના કરફ્યૂની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓએસડી રાજીવ ગુપ્તા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી એસટી સહિતની બસની સેવા બંધ રહેશે. રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ એસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે આજથી કરફયુને લઈ અમદાવાદમાં એસટીના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈને જતી રહેશે. જ્યારે અમદાવાદ શહેરમાંથી રાતે ઉપડતી આશરે 350 જેટલી બસોને બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.