પાદરા તા.૩૦

પાદરા-વડુ પંથકના ગ્રામજનો સતત વરસાદ બાદ પાદરા-જંબુસર-વડોદરા હાઇવે રોડ તેમજ ગ્રામ્ય વિસ્તારને જાેડતા વિવિધ ગામોના રસ્તાઓનો હવે ઠેરઠેર ખાડા ટેકરાવાળા રસ્તાઓની અફતનો પણ સામનો કરી રહ્યા છે પાદરા - વડુ પંથકના ભાગ્યેજ કોઈ ગામનો રસ્તો એવો હશે જ્યાં રસ્તા ધોવાઈ ન ગયા હોય પાદરા-જબુંસર રોડ જ્યાં હજારો વાહન ચાલકો પસાર થાય છે જ્યાં ખાડામાંથી બચીને જવા વાહન ચાલકોએ ધ્યાન રાખ્યું છે જ્યાં મોટા મોટા ખાડા પડી ચુક્યા છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ ખાડાઓ વહેલી તકે પુરે તેવી લોકમાંગ ઉભી થવા પામી છેપાદરા-વડુ પંથકના વિવિધ કામો અંગે પહેલેથી જ વિવાદમાં સપડાયો છે ભાજપા સત્તાધીશો દ્વારા ચૂંટણી ટાણે આપેલા વચનો ભૂલી ગયા હોય તેમ પાદરા તાલુકાના કામો અંગે ઓરમાયું વર્તન રાખવામાં આવેલ છે ત્યારે પાદરા તાલુકાની ગ્રામજનોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે વારંવાર પાદરા-જબુંસર હાઇવેના મુદ્દે રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે ત્યારે તેના પ્રત્યાઘાત રૂપે આગામી આવનારી ૨૦૨૨ ની વિધાન સભાની ચૂંટણીમાં આ મુદ્દે રાજકીય ઘમાસણ સમયે તેમજ ભાજપા ને નુકશાન થાય તેવા એંધાણ વર્તાય તો નવાઈ પામવા જેવું નથી પાદરા-જંબુસર- વડોદરા હાઇવે રોડ ગ્રામ્યવિસ્તાર ના જાેડતા રસ્તાઓ ભારે વરસાદ ના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાને કારણે તંત્ર ની પોલ પણ ખુલી ગઈ છે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે મસમોટા ખાડા દેખાઈ નહિ રહેતા અકસ્માતનો પણ ભય પણ જાેવા મળે છે છતાં પણ ખાડા પુરવામાં આવતા નથીપાદરા જકાતનાકા પાસે વડોદરા રોડ તરફ જતા મોટા ખાડાને કારણે રોજે રોજ અકસ્માતના સામાન્ય બનાવો બને છે ખાડામાં પાણી ભરાઈ રહેતા અનેક નાના મોટા અકસ્માત સર્જાય છે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી તંત્ર ને નાના પડી ગયેલા ખાડા પુરવાનો સમય નાં હોય તો મોટા ખાડા પુરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.