બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ગણેશવડ ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોને રસ્તાના અભાવે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અનેક ખેડૂતોના ખેતર ગણેશવડ- લઢોદના રસ્તા પર આવેલા છે જેને લઈ ખેડૂતો તેમજ લોકોને કાદવ કીચડ વાળા રસ્તા પર પસાર થવાનો વારો આવ્યો છે. ગણેશવડ નજીક લઢોદ ગામ ફક્ત દોઢ – બે કિમિ ના અંતરે આવેલું છે. 

ચોમાસાના સમયે ગણેશવડના ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકોને દસ કિમિનો લાંબો ફેરો થયો હોય છે આ રસ્તા પર કોઈ પણ વાહન જઈ શકે તમે નથી. તેમજ ખેડૂતોને ચાલીને જ પોતાના ખેતરો સુધી જવું પડે છે. આ સમસ્યા આજ નથી વર્ષોની સમસ્યા છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ વોટ લેવા મોટા મોટા વાયદા કરે છે અને ત્યાર બાદ “કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના” જેવો હાલ થાય છે, પહેલા પણ આ ગામના ગ્રામજનોએ અનેક સમસ્યાને લઈને ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો.વહીવટી તંત્ર અને નેતાઓને પોતાની વ્યથા જણાવ્યા બાદ પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.