શહેરા

શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ખેતીવાડી શાખા આવેલી છે. અહી તાલુકા માથી અનેક ખેડૂતો કામ અર્થે આવતા હોય છે.જ્યારે શુકવાર ના રોજ પ્રધાન મંત્રી કિસાન સન્માન યોજના મા સુધારો કરવા અનેક ખેડૂતો અહી આવ્યા હતા.જ્યારે ખેતીવાડી શાખા મા સ્ટાફ હાજર જાેવા નહી મળતા કામ અર્થે આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ખેતીવાડી શાખા મા સ્ટાફ અદ્રશ્ય થતા ખુરશીઓ ખાલી જાેવા મળતા પ્રધાન મંત્રી કિસાન યોજના મા સુધારો કરવા આવેલા ખેડૂતો ને ફેરો માથે પડ્યો હતો. ખેતીવાડી શાખા મા શુક્રવાર ના રોજ સુધારો થતો હોવાનુ બોર્ડ દીવાલ પર લગાવવામાં આવેલ હોવા છતાં ખેતીવાડી શાખા મા સ્ટાફ હાજર નહી હોવાથી અહી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં થી આવેલા અમુક ખેડૂતો ને ભાડા સાથે સમય પણ બગડ્યો હતો. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારી દ્વારા ક્યા કારણથી ખેતીવાડી શાખા મા સ્ટાફ વગર ખમ જાેવા મળી હતી તેની તપાસ કરાશે ખરી ?તે તો જાેવુજ બન્યુ રહયુ છે.ખેતી વાડી શાખા મા સ્ટાફ હાજર ના હોવાથી અહી કામ અર્થે આવેલા ખેડૂતો ને પરત જવાની નોબત આવતા તંત્ર સામે નારાજગી જાેવા મળી રહી હતી.