ભરૂચ : આમોદ સ્ટેટ હાઇવે વાહનચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો હતો. આજ રોજ સવારે સ્ટેટ હાઇવે ઉપર પડેલા મસમોટા ખાડાથી બચવા જામનગરથી વાપી તરફ જતી પાઉડર ભરેલી ટ્રક ડ્રાઈવરે સર્વિસ રોડ ઉપર કાઢતા તે પલટી મારી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ ડ્રાઈવર તથા કંડકટરને ઇજાઓ પહોંચતા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી.આમોદ સ્ટેટ હાઇવે પર જામનગરથી ટ્રક લઈ નીકળેલ અનવ વાપી જતી પાઉડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ઈબ્રાહીમ અબુ શેખ રહે, જામનગરને સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ ડ્રાઈવર તેમજ કંડક્ટરને ઇજા થતાં તેમણે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી.વિનોદ પરમાર નામના સામાજિક કાર્યકરે કહ્યું હતું કે ભરૂચ જિલ્લાના રોડ રસ્તાઓ બિસ્માર થઈ ચૂક્યા છે જેના કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.