દિલ્હી-

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ પર વંશીય ટિપ્પણી કરી હતી. કમલા હેરિસ પર નિશાન સાધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય નથી, કારણ કે તેમનો પરિવાર બહારથી આવ્યો છે અને અહીં સ્થાયી થયો છે.

જોકે આ દાવા મુદ્દે ટ્રમ્પ પર ડેમોક્રેટ્સ દ્વારા પલટવાર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કમલા હેરિસનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો અને તે સેનેટર છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને મેડ વુમન ગણાવ્યાં હતા. બીજી તરફ બરાક ઓબામા પછી હવે હિલેરી ક્લિન્ટને પણ કમલા હેરિસને ટેકો આપવાની ઘોષણા કરી છે. 

આ વર્ષના નવેંબરમાં કે કોરોનાના કારણે મોડી થનારી અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂ્ંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર અને હાલના ઉપપ્રમુખ જો બીડેન રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દેશે એવી આગાહી એક પોલિટિકલ એનેલિસ્ટ પ્રોફેસર એલન લિફ્ટમેને કરી હતી. છેલ્લાં 40 વર્ષથી પ્રોફેસર લિફ્ટમેન અમેરિકાના રાજકીય બનાવો વિશે આગાહી કરે છે અને તેમની લગભગ બધી આગાહી સાચી પડી હોવાનો તેમના ટેકેદારોનો દાવો છે. પ્રોફેસર લિફ્ટમેન અમેરિકાના નોસ્ત્રેડેમસ તરીકે પ્રસિદ્ધ છે.