ટ્રમ્પે રુપર્ટ મર્ડોક અને વોલ સ્ટ્રીટ જર્નલ સામે 10 બિલિયન ડૉલરનો કેસ ઠોક્યો
19, જુલાઈ 2025 વોશીંગટન   |   2178   |  

એપસ્ટિન ફાઈલ ફેક ગણાવી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્સીટીન કેસને લઈને છાપેલા રિપોર્ટને લઈને એક્શન લીધી છે. તેમણે મીડિયા દિગ્ગજ મર્ડોક અને વૉલ સ્ટ્રીટ જર્નલ પર કેસ દાખલ કર્યો છે. ટ્રમ્પે 10 મિલિયન ડૉલરનો આ કેસ મિયામીની ફેડરલ કોર્ટમાં દાખલ કર્યો છે. આ કેસ વૉલ સ્ટ્રીટ જર્નલના એ રિપોર્ટને લઈને કરવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પની છોકરીઓ સપ્લાઇ કરનાર જેફરી એપ્સટીન સાથેની મિત્રતાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને તેનાથી ટ્રમ્પની શાખ જોખમમાં મૂકાઈ ગઈ છે. એટલું જ નહીં, 79 વર્ષના રિપબ્લિકન નેતાને રાજકારણમાં પણ નુકસાન થઈ રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ અંગે પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, અમે જૂઠાણા, અફવાઓ ફેલાવનારા અને ખોટા સમાચાર પ્રકાશિત કરનારાઓ સામે મોટો કેસ દાખલ કર્યો છે. આ કેસ વૉલ સ્ટ્રીટ જર્નલ સામે દાખલ કરવામાં આવ્યો છે. વૉલ સ્ટ્રીટ જર્નલે ગુરૂવારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, 2003માં ટ્રમ્પ, જે તે સમયે એક સફળ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ હતા, તેમણે એપસ્ટીનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો. આમાં તેમણે એક નગ્ન મહિલાની તસવીર બનાવી હતી અને તેમના રહસ્ય વિશે સંકેત આપ્યો હતો. હવે માનહાનિના દાવામાં દાવો કરવામાં આવ્યો છે કે આવો કોઈ પત્ર લખાયો નથી. વૉલ સ્ટ્રીટ જર્નલે આ લેખ દ્વારા અમેરિકન પ્રમુખની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જેફરી એપ્સ્ટીન ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ જૂના મિત્ર હતા. તેઓ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું જીવન જીવતા હતા. તેમના પર ન્યૂ યોર્ક અને ફ્લોરિડામાં તેમના ઘરોમાં સગીર છોકરીઓ પર યૌન શોષણ કરવાનો કેસ હતો. એપ્સ્ટીનને ન્યૂ યોર્કની જેલમાં રાખવામાં આવ્યો હતો. આ જેલની એક કોટડીમાંથી તેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. એપ્સ્ટીનના મૃત્યુ પછી, આ અંગે વિવિધ અટકળો શરૂ થઈ હતી. જોકે, તેનું મૃત્યુ આત્મહત્યા હોવાનું કહેવાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution