વોશ્ગિટંન-

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શિજિને દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ચૂંટણી જીતવા માટે ચૂંટણી પહેલા સાઉથ ચાઈના સીમાં ચીનના કબ્જા હેઠળના ટાપુઓ પર મિસાઈલ હુમલો કરાવી શકે છે.જાેકે ચીનની સેના તેનો આકરો જવાબ આપશે તે નિશ્ચિત છે. 

તેમણે કહ્યુ હતુ કે,મને જે જાણકારી મળી છે તેના આધારે મારુ માનવુ છે કે, ફરી ચૂંટણી જીતવા માટે ટ્ર્‌મ્પ અમેરિકન વાયુસેનાના રિપર ડ્રોન થકી મિસાઈલ લોન્ચ કરી શકે છે.જાે આવુ થયુ તો ચીનની સેના નિશ્ચિત પણે જાેરદાર પલટવાર કરશે અને જે લોકો યુધ્ધ શરુ કરશે તેમને જડબાતોડ જવાબ આપશે. આ પહેલા પણ ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી હતી કે, જાે તાઈવાનમાં અમેરિકાની સેના પાછી ફરી તો ચીન યુધ્ધ છેડી દેશે.આમ ચીનને હવે અમેરિકાના હુમલાનો ડર સતાવવા માંડ્યો છે.