દિલ્હી-

સપ્તાહના બીજા કારોબારના દિવસે, ભારતીય શેરબજારમાં ઉત્સાહ હતો, પરંતુ આઇટી ક્ષેત્રના શેરો રઝળતા જોવા મળ્યા હતા. કારોબારના અંતે, ઇન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા જેવી ટોચની આઇટી કંપનીઓના શેર બીએસઈ ઈન્ડેક્સ પર લાલ નિશાન પર બંધ થયા છે.  

ટ્રેડિંગના અંતે ટેક મહિન્દ્રાનો શેર લગભગ 3 ટકા તૂટ્યો હતો. ટેક મહિન્દ્રા બીએસઈ ઈન્ડેક્સમાં ટોપ લોઝરમાં હતો. તે જ સમયે, ઇન્ફોસીસ અને ટીસીએસના શેર પણ લાલ નિશાન પર બંધ થયા છે. હકીકતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ એજન્સીઓને એચ -1 બી વિઝા ધારકોને નોકરી આપવા પર પ્રતિબંધ મૂકતા સરકારના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. યુ.એસ.માં નોકરી મેળવવા માંગતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે આ મોટો આંચકો છે.