વડોદરા : વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. બરોડા ડેરીની બાકી રહેલી ૭ બેઠકો માટે ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૭ બેઠકો માટેની ચૂંટણીમાં પાદરાની બેઠક પર ભાજપના સમર્થનવાળી પેનલમાં ડેરીના વર્તમાન ચેરમેન અને કોંગ્રેસપ્રેરિત પેનલમાં ડેરીના પૂર્વ ચેરમેન વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. 

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. (બરોડા ડેરી)ની જાહેર કરાયેલી ચૂંટણી પહેલાં ૧૩ ડિરેકટરો પૈકી ૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જેમાં ૪ બેઠકો કોંગ્રેસપ્રેરિત ઉમેદવારો અને ર બેઠકો ભાજપપ્રેરિત પેલના ઉમેદવારોએ મેળવી છે. બાકી રહેલી ૭ બેઠકો પર આવતીકાલે બરોડા ડેરીના સેન્ટ્રલ હોલ ખાતે સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી મતદાન થશે.જાે કે, ૭ બેઠકોમાંથી વડોદરા, સંખેડા અને શિનોર-તિલકવાડા બેઠક પર ત્રણ-ત્રણ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે પાદરા, સાવલી, ડભોઈ અને વાઘોડિયા બેઠક પર બે-બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ પાદરા બેઠક પર ભાજપપ્રેરિત પેનલના ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલ (દિનુમામા) અને કોંગ્રેસપ્રેરિત પેનલના ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર પટેલ (મુખી) વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. જાે કે, બંને ઉમેદવારો પાદરા તાલુકાના વિવિધ દૂધ મંડળીઓના ૮૭ મતોમાં મહત્તમ તેમને સમર્થન કર્યંુ હોઈ જીતનો દાવો કરી રહ્યા છે.

દરેક બેઠક પર સરેરાશ ૮૦ થી ૮૮ મંડળીઓ એક એક પ્રતિનિધ મતદાન કરશે. ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયેલ પ્રાંત અધિકારીએ કોવિડ-૧૯ની ગાઈડલાઈન સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર, થર્મલ ગન જેવી વ્યવસ્થા તેમજ દરેક ઝોનની અલગ અલગ કુટિરોમાં બેલેટ પેપરથી મતદાન કરાવવાનું આયોજન કરાયું છે. તા.ર૯મીએ સવારે ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

મતદારોને લાવવા-લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરાઈ

બરોડા ડેરીની ૭ બેઠકો માટે આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે વડોદરા ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની ૫૯૬ જેટલી મંડળીઓના એક-એક પ્રતિનિધિઓ મતદાન કરશે. ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોને લાવવા-લઈ જવા સહિતની તમામ વ્યવસ્થા તેમજ અનેક પ્રલોભનો આપવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કયા ઝોનમાં કેટલા મતદારો

ઝોન બેઠક મતદારો ઉમેદવારો

૧ પાદરા ૮૭ ૨

૩ વડોદરા ૮૦ ૩

૪ તિલકવાડા ૮૪ ૩

 શિનોર

પ સાવલી ૮૮ ૨

૬ ડેસર ૮૬ ૨

૮ ડભોઈ ૮૫ ૨

૯ સંખેડા ૮૬ ૩

  ૫૯૬ ૧૭બરોડા ડેરીની ૭ બેઠકો માટે આજે ચૂંટણી પાદરા બેઠક પર રસાકસીનો જંગ

વડોદરા, તા.૨૭

વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. બરોડા ડેરીની બાકી રહેલી ૭ બેઠકો માટે ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૭ બેઠકો માટેની ચૂંટણીમાં પાદરાની બેઠક પર ભાજપના સમર્થનવાળી પેનલમાં ડેરીના વર્તમાન ચેરમેન અને કોંગ્રેસપ્રેરિત પેનલમાં ડેરીના પૂર્વ ચેરમેન વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે.

  ૫૯૬ ૧૭