અમદાવાદ-

કોરોના કાળમાં લાંબા સમયથી શાળાની સાથે ટ્યુશન ક્લાસિસ પણ બંધ છે. ત્યારે આ મુદ્દે આજે ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશન ગુજરાતના હોદેદારો શિક્ષણ મંત્રીને ભૂપતસિંહ ચૂડાસમાને મળ્યાં હતા. મુલાકાત સકારાત્મરક રહી હોવાથી ટૂંક સમયમાં ક્લાસિસ શરૂ થઇ શકે છે, તેવા સંકેત મળી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ શિક્ષણ મંત્રી સામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિયેશન દ્વારા માંગણી કરાઈ છે. આજે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિયેશનના ગુજરાતના હોદ્દેદારો શિક્ષણમંત્રીને મળ્યા હતા. હોદેદારોના જણાવ્યા મુજબ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની પરવાનગી લીધા બાદ ક્લાસિસ ટૂંક સમયમાં શરૂ કરવાની મંજૂરી મળી શકેશે, આ પ્રકારના સંકેત શિક્ષણમંત્રી ભૂપતસિંહ ચુડાસમાએ આપ્યો છે. 17 જાન્યુઆરીએ કેબિનેટની બેઠક મળનાર છે. જેમાં ટયુશન ક્લાસિસ મુદ્દે આખરી નિર્ણય લેવાઇ શકે છે.