ડભોઇ

દેવ ઉઠી એકાદશી આ દિવસે ભગવાન તુલસીજી સાથે વિવાહ કરતાં હોવાની હિન્દુ ધર્મમાં માન્યતા સાથે આસ્થા અને શ્રધ્ધા જોડાયેલી છે. ત્યારે ડભોઇ નગર માં ૧૨૦ વર્ષ પૌરાણીક નરસિંહજી નું મંદિર લાલબજાર પાસેના ઉંચા ટીબા પાસે આવેલ છે. છેલ્લા ૧૨૦ વર્ષ થી ભગવાન ની ભારે ધૂમ ધામ સાથે દેવદિવાળી ના દિવસે શોભાયાત્રા નીકળી તુલસીજી સાથે લગ્ન થતાં હોય છે. પણ ચાલુ સાલ કોરોના મહામારી ને પગલે શોભાયાત્રા મોકૂફ રાખવામા આવી છે. મંદિરના વહીવટ કર્તા રાજુભાઈ શાહ એ જણાવ્યું હતુ. આ સાથે ડભોઇ ના અન્ય મંદિરો માં પણ તુલસી વિવાહ આજ રોજ સંપણ થયો હતો.

ડભોઇ નગર માં દેવ ઉઠી એકાદશી ના દિવસે તુલસીજી ના વિવાહ ભગવાન સાથે થતાં હોય છે આ પ્રસંગે ડભોઇ ના ક્રુષ્ણ મંદિરો, તેમજ એક માત્ર પૌરાણીક નરસિંહજી મંદિર ખાતે તુલસી વિવાહ સંપણ થયો હતો ચાલુ સાલ કોરોના મહામારી ને પગલે મુખ્ય આયોજકો રાજુભાઇ શાહ, તેમજ ભારતભાઈ યુ. શેઠ દ્વારા જણાવાયું હતું કે ૧૨૦ મી ભગવાન ની શોભાયાત્રા કોરોના મહામારી ને કારણે મોકૂફ રાખવામા આવી છે જ્યારે તુલસી વિવાહ તેમજ ભગવાન ના લગ્ન સાદાઈ પૂર્વક ભક્તો ની ઉપસ્થીતી માં કરવામાં આવ્યા હતા. ભક્તો એ આ પ્રસંગે ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દેવદિવાળી એટલે કે પુનમ ના દિવસે ભગવાન ના લગ્ન હીરાભાગોળ ખાતે આવેલ તુલસી વાડી ખાતે યોજાનાર છે.