દિલ્હી-

માઈક્રોબ્લોગિંગ જાયન્ટ કંપની ટ્વિટરે હવે ઝૂકીને આખરે સરકારે જેટલા અકાઉન્ટ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું, એ તમામની સામે આખરે કાર્યવાહી કરી છે. બુધવારે ટ્વિટર દ્વારા કેટલાંક ખાતા બંધ કરવા બાબતે ઈનકાર કરાયા બાદ ટ્વિટરની સરકારના પ્રતિનિધિઓ સાથે એક બેઠક થઈ હતી અને આખરે ટ્વિટરે આ એકાઉન્ટ્સ બ્લોક કરવા સ્વીકારી લીધું હતું.

અગાઉની જાહેરાતમાં ટ્વિટરે એમ કહ્યું હતું કે, કેટલાંક ખાતા જે કાર્યકરોના કે પત્રકારોના છે, તેમને પૂરા બ્લોક કરવાનુું શક્ય નથી. સાથે જ તેણે એવી દલીલ પણ કરી હતી કે, સરકારે આ આદેશ કાનૂન હેઠળ આપ્યો હોય એવું જણાતું નથી. આ બાબતે ભારે વિવાદ થયા બાદ સરકારે ટ્વિટરના અધિકારીને આ બાબતે ચોખવટ કરવા બોલાવ્યા બાદ તેમની વચ્ચે થયેલી બેઠકમાં વધારાના અકાઉન્ટ્સ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો અને હવે લગભગ 97 ટકા જેટલા અકાઉન્ટ્સ બંધ કરી દેવાયા છે.