દિલ્હી-

દેશમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર અને ટિ્‌વટર વિરુદ્ધ કાયદાકીય યુદ્ધ શરૂ થયું છે. ત્યારે આ વચ્ચે ટિ્‌વટરએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને જાણ કરી છે કે આઈટી નિયમોને નિયુક્ત કરવાની ફરિયાદ નિવારણ અધિકારીઓની નિયુક્તી કરવામાં ૮ અઠવાડીયાનો સમય લાગશે, ટિ્‌વટરે અદાલતને એપણ જણાવ્યું કે તેઓ ભારતમાં એક સંપર્ક ઓફિસ એટલે કે ટૂંક સમયમાં શરૂ કરશે. જે તેનું સ્થાયી અને ફિઝીકલ કોન્ટેક એડ્રેસ હશે.

ટિ્‌વટરે એમ પણ કહ્યું છે કે તે ૧૧ જુલાઇ સુધીમાં નવા આઇટી નિયમો અનુસાર તેનો પ્રથમ અનુપાલન રિપોર્ટ સબમિટ કરશે. ટિ્‌વટરે કહ્યું, “ટિ્‌વટર નવા આઇટી નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જાેકે ટિ્‌વટર નિયમોની માન્યતા અને અધિકારોને પડકારવાનો અધિકાર અનામત રાખે છે.” ટિ્‌વટરે સોગંદનામામાં જણાવ્યું છે કે મુખ્ય અનુપાલન અધિકારી માટે પણ ટિ્‌વટર દ્વારા ભરતી કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રેને દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે ટિ્‌વટર ઈંક. નવા આઈટી નિયમોને અનુપાલન કરવામાં નિષ્ફળ રહી છે. જે દેશનો કાયદો છે અને જેનું પાલન કરવું ફરજીયાત છે. તેના પર ટિ્‌વટરે જવાબ આપતા જણાવ્યું કે તેમના દ્વારા સ્થાનિક ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂંકની પ્રક્રિયા ચાલી રહી છે.