સુરત,

સુરતમાં ભાજપના કાઉન્સિલર પર ફાયરીંગ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા. સુરતના વરાછામાં ભાજપના કાઉન્સિલર ભરતભાઈ મોના ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે કુલ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જગદીશનગરના ઝોપડાની કરોડોની જમીનના વિખવાદમાં આ ફાયરીંગ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે.ધરપકડ કરાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયરીગમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના વરાછા વિસ્તારના ભાજપના કાઉન્સિલર ભરત મોના ઉપર ગત સોમવારે રાત્રે વરાછાની વર્ષા સોસાયટી ખાતે આવેલ પોતાની ઓફિસથી ઘરે જતી વખતે ફાયરિગ કરવામાં આવ્યુ હતું. આ બનાવમાં પોલીસે તપાસ કરતાં જમીનના એક વિવાદમાં ફાયરીંગ થયું હોવાની વિગત પોલીસને મળી હતી. પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી.

સમગ્ર ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વિજયદાન દાદાભાઈ ગઢવી નામના આરોપીનો કોરોના રીપોર્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા બે શૂટરો તથા તેને લાવનાર જીતુ નિશાદને પકડવાના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે તેમજ આ ગુનામાં અન્ય કોઈ ઇસમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.