છોટાઉદેપુર, તા.૨૨ 

છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ ખાતે તા ૨૧/૧/૨૧ રાત્રીના ૬ઃ૧૫ કલાકની આસપાસ ખેતરમાં વાવેતર કરાયેલો રૂા.૧,૨૩,૩૪,૬૬૦ વનસ્પતિ જન્ય ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ ઇન્ચાર્જ એસ ઓ જી પી આઈ ડી.જે.પટેલને નશીલા પદાર્થોની બદી સદંતર નાબૂદ કરવા અને થતી હેરાફેરી વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શનના આપ્યું હતું. આના આધારે તપાસનો દોર ચાલુ હોય તે દરમ્યાન એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના માણસો ખાનગી રાહે બાતમી મળી હતી કે છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના વાડી વતવા ફળીયા ખાતે રહેણાંક મકાન પાછળ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે આધારે એસ.ઓ.જી પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી.

છોટાઉદેપુર પોલીસે મીઠીબોર ગામ ખાતે છાપો મારતા શૈલેષભાઇ નરસિંહભાઇ રાઠવા તથા અલસીંગભાઇ રામાભાઇ રાઠવા બન્ને રહે.મીઠીબોર વાડીવતવા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાએ તેના રહેણાક મકાનની પાછળ આવેલ વાડામાં વનસ્પતિ જન્ય ગાંજાનુ ગેરકાયદેસર વાવેતર પકડાયું હતું. આ ગાંજાના વાવેતરને પકડી પાડવામાં આવ્યું હતું.

આ અંગે પોલીસ દ્વારા કુલ ગાંજાના છોડ નંગ-૨૩૫૭ જેનું કુલ વજન ૧૨૩૩ કિલો ૪૬૨ ગ્રામ., કિંમત રૂપિયા ૧,૨૩,૩૪,૬૨૦/- અને વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો કબજે કરી તેઓના વિરૂધ્ધમાં નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબનો ગુનો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન માં રજીસ્ટર કરી ધારાધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે