વડોદરા, તા.૨૪ 

પીસીબી શાખાએ આજે શહેરમાં બે સ્થળો ઉપર દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, જેમાં બે ઈસમોને ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  

પ્રથમ બનાવમાં પીસીબીની ટીમને બાતમી મળી હતી કે પ્રતાપનગર રોડ ઉપર આવેલ આનંદ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક પાસેથી એક ટેમ્પો પસાર થવાનો છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો છે. જેના આધારે ટેમ્પોની તપાસ કરતાં ટેમ્પોના ચોરખાનામાંથી દારૂ-બિયરની ૬૦ પેટીઓ મળી આવી હતી. એ બદલ માધુસિંહ મુકામસિંહ ચૌહાણ એમ.પી. તથા કમલસિંહ રાવત રહે. એમ.પી.ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેળાની વખારમાં લઈ જવાતો આ જથ્થો કમલેશ પરમાર અને રાજેશ ઠાકોરે મંગાવ્યો હોવાનું પોલીસે જાહેર કરી વોન્ટેડ દર્શાવ્યા છે. આ મામલે રૂ.પ.૧ર લાખનો મુદ્‌ામાલ ઝડપી પાડયો છે. 

જ્યારે ગરનાળા ચોકી સામે આવેલ ચૌહાણ સોસાયટીમાંથી એક એક્ટવા ઉપર વિમલના થેલામાં મુકેલ વિદેશી દારૂની બોટલો નંગ-૩૪ બિનવારસી મળી આવતાં એક્ટવા અને દારૂ મળી કુલ રપ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.