અંક્લેશ્વર, અંકલેશ્વર જીઆઇડીસી માં જાેગર્સ પાર્ક વિસ્તાર માંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેમડેસીવીર ઈન્જેક્શન ની કાળા બજારીનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતુ.કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા બે શખ્સો ને ઝડપી લેતા ભાંડો ફૂટ્યો હતો.જાેકે એક તબીબ ફરાર થઇ ગયો હતો. પોલીસે ૯ રેમડેસીવીર ઈન્જેક્શન તેમજ કાર મળી કુલ રૂપિયા ૭.૧૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે ફરાર તબીબ ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

લોકો રેમડેસીવીર ઈન્જેક્શન માટે વલખા મારે છે અને સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી રહે તે માટે પ્રયાસ કરી રહી છે.તે દરમ્યાન આફતમાં અવસર શોધતા ત્રણ વ્યકતિઓ સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેઓ ને એક કારમાં ત્રણ જેટલા શખ્સો રેમડેસીવીર વેચવા ફરતા હોવાની માહિતી મળતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે જાેગર્સ પાર્ક વિસ્તારમાં છટકુ ગોઠવી આઈ-૧૦ કાર માંથી કોસમડીની ગાર્ડન સીટીમાં બી-૧૦૩ નંબર નાં મકાનમાં રહેતા રાઘવેન્દ્રસિંગ ગૌર અને જીઆઇડીસી માં પ્લોટ નંબર ૨૦૩૦,સજ્જન ઇન્ડીયા કોલોની,ગોપાલ ડેરી ની ગલીમાં,જલધારા ચોકડી પાસે રહેતા ઋષંક મુકેશ શાહ ને ઝડપી પાડ્યા હતા.

પોલીસને આરોપીઓ પાસેથી રેમડેસીવીર ના ૯ ઇન્જેક્શન મળી આવ્યા હતા.બન્ને ની પૂછપરછ કરતા નેત્રંગ ના ડો.સિદ્ધાર્થ મહીડા ની પણ સંડોવણી બહાર આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ફરાર ડો. સિદ્ધાર્થ મહીડા સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી ૯ નંગ રેમડેસીવીર ઈન્જેક્શન તેમજ આઈ-૧૦ કાર,મોબાઈલ અને રકમ મળી કુલ ૭,૧૫,૫૯૬ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ડોક્ટર સિદ્ધાર્થ મહીડાને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.

રેમડેસીવીર ઈન્જેક્શન બ્લેકમાં વેચીને રૂા. ૧.૭૭ લાખ ભેગા કર્યા હતા

અંકલેશ્વર જીઆઇડીસી ના જાેગર્સ પાર્ક પાસે થી ભરૂચ એલસીબી પોલીસ ની ટીમે રેમડેસીવીર ઈન્જેક્શન ને બ્લેકમાં વેચતા બે શખ્સો રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક શાહની ધરપકડ કરી હતી,પોલીસ ની સઘન પૂછપરછ માં આ ઇન્જેક્શ તેઓએ નેત્રંગ ના તબીબ સિદ્ધાર્થ મહિડા પાસે થી ઇન્જેક્શન મેળવીને રૂપિયા ૧૭૦૦૦ થી ૨૦૦૦૦ માં વેચતા હોવાનું બહાર આવ્યુ હતુ,પોલીસે બંને આરોપીઓ પાસે થી જપ્ત કરેલા મુદ્દામાલ માં રૂપિયા ૧.૭૭ લાખ જે રોકડા મળી આવ્યા હતા, તે પણ બ્લેકમાં ઇન્જેક્શન વેચીને મેળવ્યા હતા.