વડોદરા

પાણીગેટ પોલીસે બાતમીના આધારે આજે બપોરે ડભોઈરોડ પર બીપીએસ સ્કુલની સામે દુધિયા તળાવ વસાહતમાં રહેતા સંજય રમેશ રાઠોડના ઝુપડામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઝુપડામાં બેઠેલા વિક્રમ રાવજી રાઠોડિયા અને મુકેશ નટુભાઈ રાઠોડિયાએ પોલીસને જાેતા જ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. તેઓના સાથે રાખી ઝુંપડામાં તપાસ કરતા બાથરૂમની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો તેમજ બિયરના ૩૮૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે આ બંનેની ૯૭,૨૦૦ની કિંમતના વિદેશી દારૂની બોટલો અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો સંજય રાઠોડ લાવ્યો હોવાની બંનેએ કબૂલાત કરતા પોલીસે સંજયને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.