પાદરા.તા.૨૦ 

પાદરા-જંબુસર હાઇવે રોડ ઉપર ફૂલબાગ જકાતનાકા પાસે પૂરઝડપે આવતી ખાનગી કંપનીની લક્ઝરી બસે બે નાના બાળકો સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતા. એકસાથે પાંચ વાહનોને અડફેટે લેતા હડકંપ મચી જવા પામી હતી.

બસચાલકે બે બાળકો સહિત ગેરકાયદેસર પાર્કિંગ કરેલ આઇસર ટેમ્પો એક ગાડી સહિત અને ત્રણ બાઇકને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે અડફેટે લીધેલ બાઈકનો કચ્ચરધાણ વળી જવા પામ્યો હતો જ્યારે અડફેટે લીધેલ ઇજાગ્રસ્ત બે બાળકો ને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.

પાદરા ના હીરો સો રૂમ ની બાજુમાં રોડ પર રહેરા શ્રમજીવી પરિવારના પિતા પાસેથી ૨૦ રૂપિયા લઈને પાણીપુરી ખાવા નીકળેલ બંને બાળકો સગાભાઈ પકોડી ખાઈ ને પરત ઘરે ફરતા હતા તે સમય દરમ્યાન ખાનગી બસ (ત્ન.ય્.્‌ઇછફઈન્ન્જી) ના ચાલકે બે બાળકો સહીત અન્ય પાચ વાહનો ને અડફેટે લીધા હતા.

બાદ ગેરકાયદેસર વાહનોને અડફેટે લઇ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર ગેરેજ તેમજ નાસ્તાની લારીઓ પર પાર્કિંગ કરેલ વાહનોને અડફેટે લીધા હતા જેમાં બસ ચાલકની ખાલી સાઈડ પર પાર્કિંગ કરેલ ટેમ્પો અને વરસાદી કાંસમાં તણાયેલ કાર ને અડફેટે લઇ બસ ચાલકે ડિવાઈડર કુદાવી ૩ બાઈકો નો કચ્ચારગાન વાળી દીધો હતો.