અમદાવાદ-

શહેરમાં વણસતી જતી કોરોનાની હાલતને ધ્યાનમાં લઈને હવે અનેક સંસ્થાઓ સજાગ થવા માંડી છે ત્યારે બે અગ્રણી ક્લબોએ પણ આગામી દિવસોમાં પોતાના મેમ્બરો માટે સાવચેતીના કદમ ઉઠાવ્યા છે. 

અમદાવાદની જાણીતી ક્લબો કર્ણાવતી અને રાજપથ દ્વારા મહત્વના તહેવારો હોળી-ધૂળેટી પહેલાં જ નિર્ણય કરી લેવાયો છે કે, એ તહેવારોની ઉજવણી સામુહિક રીતે અને ધામધૂમથી કરવાની ક્લબ દ્વારા મંજૂરી નહીં અપાય. આ ક્લબોએ પોતાના મેમ્બરોને સૂચન કર્યું છે કે મેમ્બરો એક જગ્યાએ ભેગા થાય અને તહેવારની ઉજવણી કરે એ સામુહિક હિતમાં નહીં હોવાથી આ વર્ષે ધૂળેટીનું પર્વ ઉજવવા માટે ક્લબના સભ્યોને એકઠા થવા દેવામાં નહીં આવે. ક્લબે તેના બદલે સૂચન કર્યું છે કે, મેમ્બરોએ એકબીજાના ઘરે જઈને આ પર્વની ઉજવણી કરવી. ક્લબ દ્વારા આ અંગેની સૂચના આપતા સંદેશા સોશ્યલ મિડિયા દ્વારા પાઠવી પણ દેવાયા છે.