સુરત,તા.૪ 

મહામારી સમાન કોરોનાવાયરસ ની સુરતમાં વણસતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચાર દિવસથી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સુરતમાં ધામા નાખ્યા હતા પરંતુ તેમની ઉપસ્થિતિ ની કોઈ ફલશ્રુતિ ન જણાતા આખરે આજે રાજ્યના મુખ્યમંત્રી \પાણી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉચ્ચ અધિકારીઓના રસાલા સાથે સુરત આવી પહોંચ્યા હતા

સુરતની મુલાકાતે ગયેલા સીએમ \પાણીએ જણાવ્યુ કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. પરંતુ જુન માસમાં કોરોનાનું સક્રમણ રોકવામાં આપણને સફળતા મળી છે. અધિકારીઓની ટીમ ત્રણ દિવસથી સુરતમાં કોરોનાના કેસની સમીક્ષા કરી છે. આજે ધારાસભ્ય અને સાંસદ સહિત અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. સુરતમાં ધનવંતરી રથ શ\ કરવામાં આવશે.સુરતની કિડની અને કેન્સર હોસ્પિટલને ૧૦૦ કરોડનો ખર્ચ કરીને બંને હોસ્પિટલને કોવિડ ૧૯માં ફેરવવામાં આવશે. જો સુરતમાં કેસ વધે તો પુરતી સગવડ મળી રહે તે માટે એડવાન્સમાં તૈયારી કરશે. વિશ્વમાં મહામારીને આડો હાથ દઈ શકે નહીં. પરંતુ સરકારની જવાબદારી છે. કોરોના પેશન્ટને તુરંત સારવાર મળે. હોસ્પિટલ બેડ, વેન્ટીલેટર, દવા અને ડોક્ટરની વ્યવસ્થા બનાવવી જોઈએ. ગુજરાતમાં આજે બેડ નથી એવી કોઈ ફરિયાદ ન આવે તેની સરકાર વ્યવસ્થા ગોઠવે છે. સુરતમાં પણ આખું પ્લાનિંગ કરવામાં આવશે.સુરતની મુલાકાત બાદ \પાણીએ કરેલી મહત્વની જાહેરાત કરી છે જેમાં \.૧૦૦નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ, કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર, સુરતમાં ૧૦૦ ધન્વતરી રથ ૫૦૦ સ્થળોએ ફેરવાશે, સુરતમાં બે દિવસમાં ૨૦૦ વેન્ટિલેટર પહોંચાડાશે. તેમણે કહ્યું કે કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની છૂટ મળશે.બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે.રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ સમીક્ષા થશે.સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે.ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.સીએમ \પાણીએ જણાવ્યું કે સુરતમા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં કેસ વધી રહ્યા છે. અમારા કિશોરભાઈ અને સી.આર. પાટીલ આજે તમામ આગેવાનો સાથે મીટિંગ કરશે. જ્યાં હીરા અને ટેકસટાઇમાં સંક્રમણ વધ્યુ છે. એનાથી સંક્રમણ ન વધે તે અંગે શું કરવું તે સાથે બેસી નક્કી કરાશે.

સુરત શહેરમાં કોરોનાથી વધુ ૯ ના મોત : નવા૨૦૧ કેસ

સુરત, તા.૪

સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત વચ્ચે વધુ ૭૨ કેસ સપાટી પર આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં વધુ નવના મોત થયા હતા. કુલ પોઝિટિવ કેસનો સંખ્યા ૫૪૭૫ ઉપર પહોચ્યો છે. કુલ મોત ૨૧૩ થયા હતા.

સુરતમાં કોરોનાએ અનલોકમાં મળેલી છુટછાટમાં રોકેટની ગતિએ વધારો કર્યો છે. જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ કતારગામ ઝોન વિસ્તારને પોતાની અડફેટમાં લીધો છે. કતારગામ વિસ્તારમાં કોરોનાના થોકબંધ કેસો સામે આવી રહ્‌ના છે. કોરોના સંક્રમીત કેસોની સંખ્યામાં સતત વધતા જતા વધારા વચ્ચે મરણાંક પણ વધી રહ્‌ના છે.

 અત્યાર સુધીમાં કોરોનો પોઝિટિવ કેસનો આંકડો ગઈકાલે સાંજે ૫૨૭૪ ઉપર અને મરણાંક ૨૦૪ ઉપર પહોચી ગયો હતો. તે વચ્ચે આજે વધુ ૨૦૧ પોઝિટિવ કેસો ડિટેકટ થયા છે આ સાથે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૫૪૭૫ ઉપર પહોચી ગયો છે.