વોશ્ગિટંન-

યુકેમાં પહેલા જ દિવસે ફાઈઝરની કોરોના વેક્સિન લગાવ્યા પછી બે વ્યક્તિ બીમાર થઈ ગઈ હતી અને એક દિવસ પછી તે બંનેનાં મોત થયાં છે. બંને વ્યક્તિ વ્યવસાયે સ્વાસ્થ્યકર્મી હતા અને તેમને વેક્સિનને કારણે એલર્જી રિએક્શન આવ્યું હતું. આ ઘટના પછી યુકેની નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને કોઈ દવા, ખાવાની વસ્તુ અથવા વેક્સિનની એલર્જી હોય તેઓ હાલ ફાઈઝરની વેક્સિનની ટ્રાયલમાં સામેલ ન થાય. આ ઘટના યુકેમાં કોરોના વેક્સિનેશન શરૂ થયા ને 24 કલાકમાં જ બની હતી, એને કારણે સરકારની પણ ચિંતા વધી ગઈ હતી.

રિપોટ્‌ર્સમાં જણાવ્યા પ્રમાણે, બંને પીડિત સ્વાસ્થ્યકર્મીને રિએક્શનની તકલીફ થઈ હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ એક ઈમર્જન્સીવાળી સ્થિતિ હોય છે. તેમાં દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ વેક્સિનની એલર્જીમાં 5થી 30 મિનિટની અંદર જ લક્ષણ દેખાવા લાગતાં હોય છે. આ વિશે સ્પષ્ટીકરણ થયા પછી યુકેની રેગ્યુલેટરી એજન્સીએ ચેતવણી જાહેર કરી છે કે એવી કોઈપણ વ્યક્તિ, જેને કોઈ દવા, ખાવાની વસ્તુ અથવા વેક્સિનથી એલર્જી હોય તો તેઓ ફાઈઝરની વેક્સિનેશન ટ્રાયલમાં સામેલ ન થાય.

આ ઘટના પછી એનએચએસના નેશનલ મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે બંને વ્યક્તિ એલર્જી હિસ્ટ્રીવાળી હતી અને એને કારણે આ ઘટના બની છે. નોંધનીય છે કે અત્યારે હાલ બ્રિટનમાં 80થી વધારે ઉંમરના લોકોને ફાઈઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. એ માટે દેશમાં ૫૦ સેન્ટર બનાવવામાં આવ્યાં છે. સંપૂર્ણ રીતે વિકસિત કોરોના વેક્સિનના દ્વારા સામાન્ય જનતાનું વેક્સિનેશન શરૂ કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે.