વડોદરા

શહેરમાં બે વિસ્તાર માંથી મહાકાય મગર મળી આવ્યા હતા. જેમાંથી એક મગર મૃત અવસ્થા મળ્યો હતો.જેથી તેને પી.એમ .માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રહેણાંક વિસ્તાર માંથી મગર દેખાવાની જાણ વન વિભાગને કરાતા અન્ય એક મહાકાય મગરની શોધ પણ ચાલુ છે.

શહેરના કાલાધોડા તેમજ તુલસીવાડીમાંથી બે મહાકાય મગરો મળી આવ્યા હતા. જેમાં કાલાધોડા પાસેથી મળી આવેલ મગર મૃત હાલતમાં મળ્યો હતો.જે અંદાજે ૧૦ થી ૧૨ ફૂટનો મહાકાય મગર હતો.જેનું રેસક્યુ કરાયા બાદ તેને પોસમોર્ટમ વિભાગમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેથી તેના મૃત્યુનું રહસ્ય જાણી શકાય.જ્યારે કારેલીબાગમાં આવેલ તુલસીવાડી વિસ્તારમાં ગટરના નાળા માથી લોકોના; ઘર સુધી પહોંચી આવેેલ બે મગરો જાેવા મળતા રહીશો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં એક જ મગર મળી આવતા તેનું રેસ્ક્યુ કરીને વન વિભાગમાં સોપવામાં આવ્યો હતો.