મેલબોર્ન : 

ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે દાવો કર્યો છે કે ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને પેસર મોહમ્મદ શમીની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થશે. કોચે એમ પણ કહ્યું છે કે આ બંને ખેલાડીઓની ગેરહાજરીમાં કાંગારૂ ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દાવમાં 400થી વધુ રન બનાવશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બર, શનિવારથી શરૂ થશે. 

ગુરુવારે લેંગરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોહલી અને શમીની ગેરહાજરીથી યજમાન ટીમને ફાયદો થશે? તેના જવાબમાં તેમણે કહ્યું, "અલબત્ત, અમને લાભ થશે, કારણ કે કોઈ પણ રમતમાં તમારા બે સ્ટાર ખેલાડીઓ આઉટ થાય છે, હરીફ ને લાભ મળે છે. વિરાટ કોહલીને બીસીસીઆઈએ પેટરનિટી લીવ આપી છે, જ્યારે પેસર મોહમ્મદ શમીના બોલિંગ હેન્ડને ફ્રેક્ચર થયું છે. આ કારણોસર આ બંને ખેલાડીઓ આગામી ત્રણ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. 

કોચ લેંગરે જણાવ્યું હતું કે, "વિરાટ કોહલી ઓલ ટાઇમ મહાન ખેલાડીઓમાંનો એક છે. મને લાગે છે કે શમી ભારતીય બોલિંગ આક્રમણની એક મહત્વપૂર્ણ કડી છે કારણ કે તે ખૂબ જ સારો બોલર છે. તે એક કુશળ બોલર છે. અલબત્ત, તે આપણને લાભ આપે છે, પરંતુ આપણે સખત મહેનત કરતા રહેવાની જરૂર છે અને છેલ્લા કેટલાક સમયથી અમે જે પ્રક્રિયાઓ કરી રહ્યા છીએ તેનું પાલન કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે મેચના પ્રથમ દિવસે આપણે મજબૂત શરૂઆત કરવી પડશે. જ્યારે પણ તમે કોઈ પણ ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓને બહાર જતા જુઓ છો, ત્યારે ચોક્કસ પણે તેમને નબળા પાડી દે છે. આ જ વાસ્તવિકતા છે. ચોક્કસપણે, તે આપણને ફાયદો કરાવે છે. 

ગયા અઠવાડિયે એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ મેચના પ્રથમ બે દિવસ બેક ફૂટ પર હતી, કારણ કે ભારતે પ્રથમ દાવમાં ૫૩ રનની લીડ મેળવી હતી. આ લીડ2018-19ની શ્રેણીમાં એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની યાદોને પાછી લાવી હતી, જ્યારે ભારતને 15 રનની લીડ મળી હતી અને ત્યારબાદ તે જીતી હતી. જોકે, આ વખતે ઓસ્ટ્રેલિયાની બોલિંગે જવાબ આપ્યો હતો અને ભારતે માત્ર ૩૬ રન કર્યા હતા, જે તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર છે. મુખ્ય કોચે બોલિંગના પ્રયાસનો સ્વીકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે તે પોતાની બેટિંગ અને ફિલ્ડિંગ પર થોડું કામ કરી રહ્યો છે