ભરૂચ, તા.૧૧ 

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ નજીકથી ઇકો કારમાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે ર્જીંય્ પોલીસે ૨ ઇસમોની ધરપકડ કરી છે. જેમાં કુલ કિંમત રૂપિયા ૧.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ભરૂચ ર્જીંય્ પોલીસ મથકનો સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબના પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ઝનોર ગામથી ધર્મશાળા ગામ જવાના માર્ગ ઉપર ય્ત્ન ૧૬ મ્મ્ ૬૩૪૬ નંબરની ઇકો કાર આવતા પોલીસે તેને થોભાવી હતી, ત્યારે કારમાં તપાસ કરતા તેમાંથી ૨ કિલો ૪૧૫ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો, ઇકો કાર તેમજ ૨ મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૧.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વલણ ગામના પાદરી ફળિયામાં રહેતા જાવેદ ઉસ્માન ફૂડ પટેલ અને ઇનાયત યુનુસ જમાદારની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઝનોર ગામ નજીકથી ઇકો કારમાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે ર્જીંય્ પોલીસે ૨ ઇસમોની ધરપકડ કરી છે. જેમાં કુલ કિંમત રૂપિયા ૧.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી હતી.