પાદરા, છોટાઉદેપુર : પાદરામાં કોરોના સંક્રમિત પોઝિટિવના વધુ આઠ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવથી પીડાતા દર્દીઓની સંખ્યા ૫૩૬ ઉપર પહોંચી જવા પામી હતી. પાદરામાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૩૨૫ જેટલા કેસ આવ્યા હતા જેમાં કોરોના પોઝિટિવથી પીડાતા દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. પાદરામાં કોરોનાના કેસ જે વધી રહ્યા છે તે જાેતાં કોરોનાના કેસ સંદર્ભમાં તાલુકા મથક પર રાજ્યમાં કોઈ નહીં વટાવી શકે. તાલુકા મથક પર પાદરા પ્રથમક્રમે છે. 

પાદરામાં આજે વધુ ૮ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ છે. છેલ્લા ર૪ કલાકમાં અત્યાર સુધીમાં ૫૩૬ કેસ થઈ ગયા છે. આજે જાહેર કરવામાં આવેલ કેસોમાં પાદરાના પાંચ, તાજપુરામાં એક, લોબામાં એક, મોભામાં એકનો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ પાદરામાં પ્રતિ ત્રણ કલાકે સરેરાશ ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમણ થઈ રહી છે, જે ચાલુ રહેલ છે જેને લઈને તંત્રમાં પણ ચિતાંજનક સ્થિતિ સર્જાઈ રહી છે.

કોરોનાનો આંક ૫૩૬ પર પહોંચી જતાં વધતા જતા કોરોનાના કેસની રફતાર રોકવા માટે તબીબી અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વિચારવિમર્શ કરવા બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.

છોટાઉદેપુર :  છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના જેવી મહામારી નું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે છોટાઉદેપુર નગરમાં ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી શરુ કરવામાં આવી હતી. જેમાં તા.૫ સપ્ટેમ્બરના રોજ મકરાણી મહોલ્લા તેમજ જૈલ રોડ વિસ્તારમાં ઘરે ઘરે જઈ તાપમાન તેમજ ઓક્સીઝન ની તપાસ કરાઈ હતી તેમજ ૧૭૧ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની રેપિડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરાયા હતા જેમાં નવા પાંચ દર્દીઓ કોરોના સંક્રમિત નોંધાયા હતા. આ અગાઉ પણ નગરના મકરાણી મહોલ્લામાં કોરોના સંક્રમણ ના કેસો નોંધાયા હતા અને આજ કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું.